જિમ ભલે બંધ થયા પરંતુ સુરતીઓ આ રીતે રાખી રહ્યા છે પોતાને ફિટ

21 જૂન , વિશ્વ યોગ દિવસ(World Yoga Day) દેશ તથા વિશ્વ(World)માં કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગ એટ હોમ(Home) યોગ વિથ ફેમિલી (Family) ની થીમ પર કરવામાં આવશે. મહત્વની વાત છે કે હાલ જિમ પણ બંધ હોવાથી જિમ ક્લચરમાં માનનારા સુરતી યુવાનો પણ યોગની શરણમાં આવી રહ્યા છે. સામૂહિક યોગ આયોજન આ વખતે શક્ય નથી તેથી પરિવારના જ સભ્યો સાથે સુરતી(Surati)ઓ યોગ ડે સેલિબ્રેટ(Yoga Day) કરશે.

સામાન્ય રીતે મોટા શહેરોમાં જીમ કલ્ચર ખુબ મોટા પાયે વિસ્તરેલું છે સુરતમાં પણ આવું જ. પરતું કોરોના વાયરસે જીમના બારણે તાળા લગાવી દેતા લોકો પોતાના સ્વાસ્થયની જાણવણી માટે જાતે જ ઘરે એક્સસાઇઝ(Excise) કરી રહ્યા છે. ઘણા લોકો યોગાનો આશરો પણ લઇ રહ્યા છે. ત્યારે આવી પરિસ્થીતી માં આ વખતો વલ્ડ યોગા ડે ખરેખર દરેક માટે એક નવો અનુંભવ રહેશે.

જિમ ભલે બંધ થયા પરંતુ સુરતીઓ આ રીતે રાખી રહ્યા છે પોતાને ફિટ

વિશ્વ આખું હાલ કોરોના સામે લડી રહ્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગપ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે. ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બનશે. યોગ-પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ પ્રચલિત બનાવવાના હેતુથી વધુને વધુ લોકો યોગાભ્યાસમાં જોડાય તે માટે સેલ્ફી વીથ યોગાસન, યોગ વીથ ફેમીલી જેવા આકર્ષક આયામો પણ આ પ્રચાર-પ્રસાર અભિયાનમાં જોડવાનું પ્રેરક સૂચન છે.

જિમ ભલે બંધ થયા પરંતુ સુરતીઓ આ રીતે રાખી રહ્યા છે પોતાને ફિટ

યોગ ભગાવે રોગ એ પંક્તિ આપણે ત્યાં જાણીતી છે. અને હવે તો લોકો યોગનું મહત્વ પણ સ્વીકારતા થાય છે. આ અંગે પિયુષ સોલંકી જણાવે છે કે, હું હેલ્થની બાબતમાં બાંધછોડ કરતો નથી. નિયમિત જિમ માં જતો અને શરીરને તરોતાજા રાખતો. હાલ પાછલા અઢી ત્રણ મહિનાથી જિમ બંધ છે તેથી યોગ પર હાથ અજમાવ્યો. નવા નવા અસનો શીખવાની ખૂબ મઝા આવે છે, સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે.

જિમ ભલે બંધ થયા પરંતુ સુરતીઓ આ રીતે રાખી રહ્યા છે પોતાને ફિટ

દરેક વસ્તુની બે બાજુ હોય છે. પોઝીટીવ અને નેગેટિવ. કોરોના મહામારીના લોકડાઉનનું પણ કઈક એવું છે. જેમાં નોકરી-ધંધા ગુમાવવા સાથે ઘણું બધું નવું શીખવાનો અવસર લોકોને મળ્યો. આ અંગે મિલન પટેલ જણાવે છે કે આ સમયગાળામાં મેં યોગ શીખવાનું શરૂ કર્યું. હું રોજ એકાદ નવું આસન શીખતો, તેના ફાયદાઓ વિશે સર્ચ કરતો ધીમે ધીમે પરિવારના સભ્યોને પણ યોગ કરતા કરી દીધા. હાલ જિમ બંધ હોવા છતાં યોગની મદદથી મેં મારી હેલ્થી બોડી ને જાળવી રાખી છે.

Related Posts