World

અમેરિકાના વોલમાર્ટમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

નવી દિલ્હી: અમેરિકાના (America) વોલમાર્ટ સ્ટોરમાં (Walmart Store) અજાણ્યા હુમલાખોરે ગોળીબાર (Firing) કર્યો હતો. આ ગોળીબારમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. સાથે જ કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) પણ થયા છે. આ ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોરને ઠાર માર્યો હતો. આ ઘટના અમેરિકાના વર્જિનિયાના ચેસાપીકમાં બની હતી. મળતી માહિતી અનુસાર અંધાધૂધ ફાયરિંગમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે વોલમાર્ટની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો.

ત્રણ દિવસ પહેલા જ કોલોરાડોના નાઈટ ક્લબમાં થયું હતું ફાયરિંગ
આ અગાઉ પણ અનેક વખત અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે ત્રણ દિવસ પહેલા 20 નવેમ્બરે અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સ શહેરમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને રાત્રે 11:57 વાગ્યે ફાયરિંગનો કોલ મળ્યો હતો, જેના પછી તરત જ પોલીસ ટીમ ક્લબ પર પહોંચી હતી અને એક વ્યક્તિને શંકાસ્પદ માનીને કસ્ટડીમાં લીધો હતો. જો કે ફાયરિંગમાં ઝડપાયેલો શંકાસ્પદ વ્યક્તિ પણ ઘાયલ થયો હતો.

આ વર્ષે અમેરિકામાં બની માસ ફાયરિંગની 5 મોટી ઘટનાઓ
છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ખુલ્લેઆમ રેસ્ટોર્નટ, હોટલ, પાર્ક જેવા ભીડવાળી જગ્યા પર ગોળીબારની ઘટનાઓ બની છે. જાહેર સ્થળ પર બનેલી આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા. અમેરિકાના જુદા જુદા વિસ્તારમાં આ વર્ષે 5 મોટી માસ ફાયરિંગની ઘટનાઓ બની છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના ઈન્ડિયાનામાં 18 જુલાઈએ ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. માસ ફાયરિંગમાં 10 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3ના મોત થયા હતા.

ત્યાર બાદ 11મી જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલાં 4 જુલાઈના રોજ અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં 6 લોકોના મોત થયા. બીજા જ દિવસે, 5 જુલાઈએ, ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો. 1 જૂનના રોજ ઓક્લાહોમાના તુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડીંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.

અમેરિકાના ટેક્સાસમાં 15 મેના રોજ સૌથી ખતરનાક ઘટના સામે આવી હતી. જ્યારે 18 વર્ષના છોકરાએ ઉવાલ્ડે શહેરમાં સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

Most Popular

To Top