ટેક્ષ્ટાઇલ સહિતના આ દસ ક્ષેત્રો માટે સરકારે આટલા કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના જાહેર કરી

નવી દિલ્હી (New Delhi): ટેક્ષ્ટાઇલ સહિતના 10 મહત્વના ક્ષેત્રો માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (production linked incentive scheme) મંજૂર કરી હતી. પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડ સુધીના પ્રોત્સાહનો આ યોજનામાં મળશે. આ સ્કીમ માટે નાણાકીય ફાળવણીનું કદ 1,45,980 કરોડ રખાયું છે. અન્ય પીએલઆઇ સ્કીમમાં રૂ. 51,311 કરોડ પહેલેથી મંજૂર છે. એનાથી ઘરેલુ ઉત્પાદનને (Domestic Production) પ્રોત્સાહન મળશે, મળશે, આયાતો (imports) ઘટશે અને રોજગારી (employment) પેદા થશે.

ટેક્ષ્ટાઇલ સહિતના આ દસ ક્ષેત્રો માટે સરકારે આટલા કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના જાહેર કરી


માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે ભારતના ઉત્પાદકોને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનાવવાના હેતુવાળી આ યોજનાને કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપી હતી. આ નિર્ણયનો ફોડ પાડતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએલઆઇ સ્કીમ ઉત્પાદકોને પ્રોત્સાહનો પૂરા પાડીને દેશને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશ તરફ આગળ લઈ જવામાં મદદ કરશે.

ટેક્ષ્ટાઇલ સહિતના આ દસ ક્ષેત્રો માટે સરકારે આટલા કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના જાહેર કરી


કેબિનેટે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં (social infrastructure sector) વાયેબિલિટી ગેપ ફંડિંગ (viability gap funding) યોજના લાગુ કરવાનું પણ નક્કી કર્યું છે. આ યોજના હાલ આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટ્સ માટે જ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sithraman) કહ્યું કે આજના અંદાજ મુજબ આ નવી પીએલઆઇ સ્કીમ પાછળ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આનાથી ભારતમાં રોકાણ પણ વધશે અને ઉત્પાદન પણ. આ યોજના સંબંધિત મંત્રાલય અને વિભાગો અમલી કરશેે

આ દસ સેક્ટરને લાભ :

  • એડવાન્સ કેમેસ્ટ્રી સેલ (એસીસી) બૅટરીઝ: 18100 કરોડ
  • ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલૉજી: 5000 કરોડ
  • ઑટોમોબાઇલ એન્ડ ઑટો કમ્પોનન્ટ્સ: 57042 કરોડ
  • ફાર્મા એન્ડ ડ્રગ્સ: 15000 કરોડ
  • ટેલિકોમ એન્ડ નેટવર્કિંગ પ્રોડક્ટ્સ: 12195 કરોડ
  • ટેક્ષ્ટાઇલ પ્રોડક્ટ્સ: 10683 કરોડ
  • ફૂડ પ્રોડક્ટ્સ: 10900 કરોડ
  • સોલર પીવી મૉડ્યુલ્સ: 4500 કરોડ
  • વ્હાઇટ ગૂડસ: 6238 કરોડ
  • સ્પેશિયાલિટી સ્ટીલ: 6322 કરોડ
ટેક્ષ્ટાઇલ સહિતના આ દસ ક્ષેત્રો માટે સરકારે આટલા કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના જાહેર કરી

દિવાળી પહેલા વધુ દોઢ લાખ કરોડ રૂ.નું પેકેજ?

આ સપ્તાહે દિવાળી પૂર્વે સરકાર અર્થતંત્રને વેગ આપવા ઓર એક દોઢ લાખ કરોડ રૂ.નું સ્ટિમ્યુલસ પૅકેજ બહાર પાડે એવી શક્યતા છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આની યોજના વડા પ્રધાન ગુરુવારે નક્કી કરશે. આ વખતે તણાવ હેઠળ આવી ગયેલા સેક્ટર્સ પર ભાર મૂકાશે.

Related Posts