કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પોતાનું શરીર દાન કરનાર દેશની આ પહેલી વ્યક્તિ વિશેે જાણો

નવી દિલ્હી(New Delhi) : ભારત(India)માં 15 ઓગસ્ટે કોરોનાની રસી (corona vaccine) બહાર પાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રસી ભારતીય તબીબી સંશોધન (Indian Council of Medical Research- ICMR) અને હૈદરાબાદ (Hyderabad) માં આવેલ ભારતબાયોટિક(Bharat Biotech) કંપની મળીને બનાવી રહી છે.આ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ (clinical trials) દેશના લગભગ 12 કેન્દ્રો (centers) માં લેવાવાના છે. દેશમાં કોરોનાવાયરસ (Corona Virus / Covid-19) સામે લડવા માટે રસી તૈયાર કરવામાં આવી છે. આ નવી રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ પણ આવતા અઠવાડિયાથી શરૂ કરવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પોતાનું શરીર દાન કરનાર દેશની આ પહેલી વ્યક્તિ વિશેે જાણો

માનવ પરીક્ષણો (human trials) માટે સૌપ્રથમ નામ ચિરંજીત ધીબર (Chiranjeet Dhibar)નું બહાર આવ્યું છે. તેઓ બંગાળ (West Bengal) ના દુર્ગાપુર (Durgapur) ની એક શાળામાં શિક્ષક(teacher)છે. ઉપરાંત તે આરએસએસ(RSS)ની પેટાકંપની સંસ્થા ઓલ ઇન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન (All India National Educational Federation) ના પ્રાથમિક એકમના સભ્ય, રાજ્ય કક્ષાની સમિતિના સભ્ય છે.તેમની ઉંમર 30 વર્ષની છે.

COVID-19 Cure: India Has Now Two Indigenous Coronavirus Vaccines ...

ચિરંજીત ધીબરે કહ્યું છે કે, સંઘની પ્રેરણાથી મેં કોરોના વાયરસના ક્લિનિકલ ટ્રાયલ માટે મારું શરીર (Body) દેશ માટે દાન (donate) કર્યું છે. તેઓને લાગ્યું કે દેશ માટે કંઈક કરવા માટે આ સારો સમય છે. આ જાનલેવા બીમારી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે અને મારે તેને નાબૂદ કરવા માટે યોગદાન (contribution) આપવું છે. ચિરંજીતે એપ્રિલ માસમાં જ ક્લિનિકલ ટેસ્ટ ટ્રાયલ માટે અરજી કરી હતી. રવિવારે તેમને આઈસીએમઆર (ICMR)ના પટણા (Patana) કેન્દ્રનો ફોન આવ્યો કે તેમની પસંદગી ક્લિનિકલ ટ્રાયલ માટે કરવામાં આવી છે અને આ માટે તેમને ભુવનેશ્વર (Bhubaneswar) બોલવામાં આવ્યા છે.

કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પોતાનું શરીર દાન કરનાર દેશની આ પહેલી વ્યક્તિ વિશેે જાણો

આ હ્યુમન ટ્રાયલની સૌથી અગત્યની વાત એ છે કે આ ટ્રાયલ ફક્ત તે જ લોકો પર કરશે કે જેઓને પરીક્ષણ માટે પસંદ(select) કરવામાં આવ્યા છે. તેમને અગાઉથી પરીક્ષણ અંગેની તમામ જાણકારી આપી દેવામાં આવશે. તેઓની સંમતિ બાદ જ તેઓ ઉપર પરીક્ષણ (Research) કરવામાં આવશે.

કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પોતાનું શરીર દાન કરનાર દેશની આ પહેલી વ્યક્તિ વિશેે જાણો

માનવ પરીક્ષણની પ્રક્રિયા માટે નાગપુર (Nagpur) સ્થિત ગિલુરકર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની પસંદગી કરાઈ છે કે જેના મુખ્ય ચિકિત્સક ડો.ચંદ્રશેખર ગિલુરકર
(Dr. Chandrasekhar Gilurak) છે. તેમનું કહેવું છે કે પ્રથમ તબક્કો અને બીજા તબક્કાના ટ્રાયલ્સ માટે 100 લોકોની પસંદગી કરવામાં આવશે. શરૂઆતમાં તે લોકો ઉપર પરીક્ષણ કર્યા બાદ તપાસવામાં આવશે કે તેઓને કોઈ આડઅસર(Side effect) થઈ છે કે નહીં. આ પરીક્ષણ 18 થી 55 વર્ષ સુધીના લોકો પર જ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોમાં કોરોનાના કોઈ લક્ષ્ણ જોવા મળતા નથી તેવા લોકો ઉપર આ પરીક્ષણ કરવામાં આવશે.

કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પોતાનું શરીર દાન કરનાર દેશની આ પહેલી વ્યક્તિ વિશેે જાણો

પાછળથી અને છેલ્લા તબક્કામાં રસીનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જ્યારે ખાતરી (conform) કરવામાં આવે કે પસંદ કરેલી વ્યક્તિને હૃદય રોગ (cardiac disease) ,કિડનીની સમસ્યા (kidney related issues), યકૃત (liver) અથવા અન્ય કોઈ રોગ (disease) નથી.

Related Posts