સુરત ONGCમાં બ્લાસ્ટ: આગ પર કાબૂ મેળવી લેવાયો, એકનું મોત

ઓએનજીસી કંપનીમાં (ONGC Company) મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ફાયરની ટીમના (Fire team) પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીએ પણ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, આ આગ કાબુમાં લેવાય ગઇ છે. ચાર કર્મચારીઓ ગૂમ થયાની વાત પણ વહેતી થઇ હતી. આ ભીષણ આગમાં (Fierce fire) એક વ્યક્તિના મોતનાં સમાચાર મળી રહ્યાં છે. આગને પગલે પ્લાન્ટમાં અબજો રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. કંપનીની બહાર ઝૂપડામાં રહેતા એકનું દાઝી જવાથી મોત થયું છે. ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ (Gasline valve) બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતાં આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.

સુરત ONGCમાં બ્લાસ્ટ: આગ પર કાબૂ મેળવી લેવાયો, એકનું મોત

જણાવી દઈએ કે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં ગુરુવારે મળસ્કે 3 વાગે અચાનક એક તીવ્ર બ્લાસ્ટ થતા જાણે સુરતમાં લોકોના ધરતીકંપનો અનુભવ થયો હતો જોતજોતામાં લોકોના ઘરના બારીઓના કાચ તૂટી ગયા હતા. હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે ગેસ લીકેજને કારણે આ ધડાકો થયો હતો. જેનો અવાજ ફરતેના 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ધડાકા સાથે લાગેલી આગને કારણે તેની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી હતી. આગને કારણે હજીરાનું આખું આકાશ ગુલાબી કલરનું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ હતી.

સુરત ONGCમાં બ્લાસ્ટ: આગ પર કાબૂ મેળવી લેવાયો, એકનું મોત

આ રીતે આગ પર કાબૂ મેળવાયો

મુંબઈથી સુરત આવતી ગેસપાઈપમાં ટર્મિનલ પાસે આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસે આવેલા વાલ્વને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉભરાટથી હજીરા સુધીના ગેસને ચીમની વાટે પ્રેશરથી સળગાવાયો હતો, જેથી પાઈપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મુંબઈથી આવતી પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બાદ ONGCનો ફાયર વિભાગ જ હાઇડ્રોલિક સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયો હતો. આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગ કામગીરી પણ કરવામાં આવી છે. આગને ONGCની ચીમનીથી રસ્તો આપી દેવાયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી હતી. મુખ્ય ગેસલાઈનના ગેસપ્રવાહને ચીમની તરફ વાળી દેવાતા ચીમનીમાંથી 20 ફૂટથી ઊંચી ગેસની જ્વાળાઓ ઉપર ઊઠી હતી, જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા.

સુરત ONGCમાં બ્લાસ્ટ: આગ પર કાબૂ મેળવી લેવાયો, એકનું મોત

30 કિ.મી. દૂરથી આગની જ્વાળાઓ દેખાતી હતી, લોકો જ્વાળા જોવા બ્રિજ પર દોડી ગયા

ઓએનજીસી કંપનીમાં ધડાકા બાદ લાગેલી આગને પગલે આકાશમાં બે કિ.મી. સુધી જ્વાળાઓ ઉઠી હતી. જેને કારણે આકાશ ગુલાબી થઈ જવાની સાથે આશરે 30 કિ.મી. દૂરથી જ્વાળાઓ દેખાઈ હતી. સુરતમાં કતારગામ અને વરાછાથી શરૂ કરીને રાંદેર, અડાજણ, પાલ, ઉધના, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાંથી આગની જ્વાળાઓ દેખાઈ હતી. મધરાત્રે જ્વાળાને જોવા માટે લોકો કેબલ સ્ટેઈડ બ્રિજ અને ઓએનજીસી બ્રિજ પર દોડી ગયા હતા. બ્રિજ પરથી લોકોએ જ્વાળાના વિડીયો ઉતારવાની સાથે ફોટાઓ પણ લીધા હતા.

ધડાકા અને આગને પગલે કાંઠા વિસ્તારના ગામોમાં લોકો રોડ પર આવી ગયા
ઓએનજીસી કંપનીમાં થયેલો ધડાકો ખુબ મોટો હોવાની સાથે લાગેલી આગને પગલે નજીકના કાંઠા વિસ્તારના ગ્રામજનો ગભરાઈ ઉઠ્યા હતા. ગ્રામજનો રસ્તાઓ પર દોડી આવ્યા હતા. મધરાત્રે ઓએનજીસીની આસપાસના ગામોમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

હજીરામાં ઓએનજીસી પ્લાન્ટ 19 કિ.મી.માં પથરાયેલો છે

સુરતના હજીરા ખાતે આવેલો ઓએનજીસી કંપનીનો પ્લાન્ટ આશરે 640 હેકટરમાં છે. તેનો વિસ્તાર 19 કિ.મી. વિસ્તારમાં પથરાયેલો છે. ઓએનજીસી કંપની દ્વારા એલપીજી, નેપ્થા, એસકેઓ, એટીએફ, એચએસડીએન પ્રોપ્રેન બનાવવામાં આવે છે.

ઓએનજીસી કંપનીમાં થયેલા ધડાકાની અસર અડધા સુરત શહેરમાં જોવા મળી હતી

ઓએનજીસીમાં થયેલા આ ઘડાકાની અસર અડધા સુરત શહેરમાં જોવા મળી હતી. ધડાકાને કારણે હજીરા, ભાઠા-ભાટપોર, ઈચ્છાપોર ખાતે જે કાચા મકાનો હતા તેના પતરાઓ ઉડી ગયા હતા. તો નજીકના પાલ, અડાજણ, અઠવાલાઈન્સથી શરૂ કરીને ડુમસ સુધીના વિસ્તારોમાં મકાનોમાં ભૂકંપ જેવી અસર જોવા મળી હતી. લોકોએ શરૂઆતમાં વીજળીના કડાકા હોય તેવું માની લીધું હતું પરંતુ બાદમાં ઓએનજીસી કંપનીમાં ધડાકો થયો હોવાનું અને આગ લાગી હોવાની વિગતો બહાર આવી હતી.

Related Posts