MOTOROLA એ ભારતમાં જે સ્માર્ટફોનનું લોન્ચિંગ કર્યુ તેના ફિચર્સ બધા ફોનને પાછળ છોડી દેશે

નવી દિલ્હી : મોટોરોલાએ ભારતમાં પ્રથમ વાર Moto G9 સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે જે મેડ ફોર ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા (Made in India) છે. મોટોરોલા, ઇન્ડિયા તરફ જે રીતે ફોકસ કરી રહ્યુ છે તે ઉલ્લેખનિય છે અને મોટોરાલા (Motorola)એ બજેટમાં આવે તેવો ફોન ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં બેક પ્લાસ્ટિકની છે જેને પોલીકાર્બોનેટ બેક (Polycarbonate back) કહી શકાય. મોટોરોલાનાં ટ્રેડ માર્ક પર જ ફિન્ગર પ્રિન્ટ સાથે અને સ્કવેર શેપમાં પાછળ ડિઝાઈન છે જે મોટોરોલાએ લોન્ચ કર્યુ છે. આ બેસ્ટ બજેટ સ્માર્ટ ફોન છે. જૂદા-જૂદા મોબાઈલનાં ઉપયોગ કરવામાં રસ ધરાવતા મોબાઈલ ચાહકો માટે એક સારા બજેટમાં લોન્ચ કરેલ સ્માર્ટ ફોન છે, જેનું વજન 200 ગ્રામ જેટલુ છે અને થિકનેસ 9.18 મીમી જેટલી છે. આ સ્માર્ટ ફોનને બે કલર્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે જે બ્લૂ અને ગ્રીન કલરમાં છે.

MOTOROLA એ ભારતમાં જે સ્માર્ટફોનનું લોન્ચિંગ કર્યુ તેના ફિચર્સ બધા ફોનને પાછળ છોડી દેશે

મોબાઈલની કિંમતની વાત કરતા પહેલા ચાલો જાણીએ શું છે ખાસિયત આ ફોનની

ડિસ્પ્લેની વાત કરીએ તો 6.5 ઇંચ મેક્સ વિઝન એચડી ડિસ્પ્લે (Max Vision HD display) છે. પિક્સલમાં જોઈએ તો 1600*720 છે. મોબાઈલની બ્રાઈટનેસને જોતા કહી શકાય કે મોબાઈલ વાપરવામાં મઝા આવશે. મોટોનાં બોડી રેશિયોની વાત કરીએ તે 85 ટકાથી સ્કિન ટુ બોડી રેશિયો છે. આમાં કેલકમ સ્નેપડ્રેગન (Calcom Snapdragon) 662નાં પ્રોસેસર સાથે મળશે. જેમાં એક જ વેરિયેન્ટ 4 જીબી રેમ અને 64 જીબી સ્પેસ છે જેમાં 5000 mahની બેટરી બેકઅપ છે અને 20w ફાસ્ટ ચાર્જર છે. એટલે જે લોકો આ મોબાઈલને ખરીદવાની ઇચ્છા ધરાવે છે તેઓ ભૂલી જાય કે આ બેટરી વહેલા સમાપ્ત થશે. ઓછામાં ઓછુ બે દિવસ સુધી મોબાઈલની બેટરી (Mobile battery) સમાપ્ત નહીં થાય અને મોબાઈલને વારે વારે ચાર્જ કરવાની જરૂરત નથી. આ ફોનમાં ફેસ અનલોક પણ શામેલ છે. આ મોબાઈલ મોટોરોલાએ 11499ની કિંમત સાથે લોન્ચ કર્યો છે.

MOTOROLA એ ભારતમાં જે સ્માર્ટફોનનું લોન્ચિંગ કર્યુ તેના ફિચર્સ બધા ફોનને પાછળ છોડી દેશે

બધાને મોબાઈલમાં સૌ પ્રથમ કેમેરાની ખાસિયત જાણવાનો રસ હોય છે અને આ ફોનમાં તમે જે ઇચ્છો છો તેવા તમામ ફિચર્સ આવી જશે. ત્રીપલ કેમેરા સેટ અપ આપવામાં આવેલો છે જે સ્ક્વેર શેપમાં છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આવેલો છે જે લો લાઈટમાં પણ સારા પિક ક્લીક કરશે તથા બે મેગા પિક્સલનો માઈક્રો સેન્સર અને 2 મેગા પિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરો છે. અને આગળ 8 મેગા પિક્સલનો સેલ્ફી સેન્સર (Selfie sensor) છે. આટલા બજેટમાં મોબાઈલની ગેમિંગ પર્ફોર્મન્સ પણ સારી છે. મોટોરોલામાં 11nm આધારિત સ્નેપડ્રેગનનું 662 પ્રોસેસર મળી રહ્યુ છે. એડનાં હિસાબથી જોઈએ તો મોટોરોલા ક્લીન એક્સપ્રિયન્સ કરાવશે.

Related Posts