આ વર્ષે કોરોના વચ્ચે બંગાળમાં દુર્ગાપૂજાનું આયોજન ખાસ હશે

કોલકાતા (Kolkata): આવતા મહિનાથી નવરાત્રિ (Naratri) શરૂ થવાની છે. અને બંગાળ માટે દુર્ગાપૂજા (Durga Puja) એ સૌથી મોટો તહેવાર હોય છે. કોરોના (Corona Virus/Covid-19) વચ્ચે પણ આ વર્ષે બંગાળ (West Bengal) માટે દુર્ગાપૂજા ઉજવાશે પણ કંઇક અલગ રીતે. જાણો કોરોના વચ્ચે બંગાળમાં દુર્ગાપૂજાનું કેવુ આયોજન કરાયુ છે?

Here are some themed Durga Puja pandals from across India

  • ચારે બાજુથી પંડાલ ખુલ્લા રહેશે
  • પંડાલના દરેક દ્વાર પર હેન્ડ સેનિટાઇસર્સ હશે
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત અનને કડક પાલન
  • દસ દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે નહીં
  • 75,000 પૂજારીઓને પંડાલમાં દુર્ગાપૂજા માટે 2000 અપાશે
  • ભીડ અટકાવવા કારમાંથી ‘ડ્રાઇવ-ઇન દર્શન’ની વ્યવસ્થા
  • ‘ડ્રાઇવ-ઇન દર્શન’ માટે કદમતલ્લાને જોડતા 66 પંડાલો વચ્ચે ખાસ રોડ મેપની રચના
  • 10 દિવસ દરમિયાન 84000 મેગાવોટ પાવર સપ્લાય
  • પંડાલના મુખ્ય દ્વાર નજીક દરેક કાર સેનેટાઇઝ કરાશે
In pics) Durga Puja celebrations in Kolkata and rest of India - Oneindia  News

હાલમાં પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસનો કુલ આંકડો 2,34,673 પર છે. અહીં કોરોનાથી 4,500 મોત (death) સાથે 2,05,028 લોકોએ કોરોનાને માત (recovered patients) આપી છે. પશ્ચિમ બંગાળમાં રિકવરી રેટ 87% (recovery rate) છે, અને સક્રિય કેસોની (active cases) સંખ્યા 25,101 છે. હાલમાં 15 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળના (West Bengal) પૂજારીઓને (Hindu Priests/ Brahmin) દુર્ગાપૂજા (Durga Puja) ઉત્સવની સીઝનથી માસિક રૂ .1000 વળતર મળશે, એમ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamta Banerjee) જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ગરીબીથી અને કોવિડ -19ને રોકવા માટે લદાયેલા લોકડાઉનથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજ્યભરના 8000 પૂજારીઓએ આ લાભ માટે નોંધણી કરાવવી, એમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૂચના કરી હતી.

Durga Puja - Bengaluru's favourite pandals this year | Times of India Travel

પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે એ પણ નક્કી કર્યુ છે કે સનાતન બ્રાહ્મણ સંપ્રદાયના પૂજારીઓને (Sanatan Brahmin priests) પણ બંગાળ આવાસ યોજના (Bengal Awas Yojana scheme) હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મકાનો પૂરા પાડવામાં આવશે. ‘જરુરિયાતમંદ પૂજારીઓની યાદી હજી બની રહી છે. રાજ્ય સરકાર અન્ય ધર્મના જરુરિયાતમંદ લોકો સુધી પણ સહાય પૂરી પાડવાની યોજના વિસ્તારશે.’ મમતા બેનર્જીએ ઉમેર્યુ હતુ. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે, ‘અમે ગુરુદ્વારા (Gurudwara) અને ચર્ચના પાદરીઓને (Bishop) પણ એટલો જ ફાયદો આપીશું જો તેઓ અમારી પાસે આવે તો કૃપા કરીને આને જુદી રીતે ન જોશો.’.

10 Pandals In Kolkata You Simply Must Visit During Durga Puja 2018

મમતા બેનર્જીએ આ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, ‘અમે અગાઉ કોલાઘાટ (Kolaghat) માં વિદ્યાલય સ્થાપવા સનાતન સંપ્રદાયના બ્રાહમણોને જમીન પૂરી પાડી છે. ઘણા પૂજારીઓ મને મળ્યા છે અને વિનંતી કરી છે કે અમે તેમના માટે કંઇક કરી શકીએ તો. તેઓ ઘણા દૂરના ગામોમાં ઘણા ત્રાસથી જીવી રહ્યા છીએ. એટલે અમે તેમને દર મહિને રૂ .1000 ચૂકવવાનું નક્કી કર્યુ છે. જેની પાસે ઘર નથી તેમને રાજ્ય આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. જેઓ ખૂબ ગરીબ છે તેમને થોડી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.’

Related Posts