શહેરમાં વધતા કેસને કાબૂમા લેવા SMCની સૂચના: અઠવાડિયામાં આ બે દિવસ હીરા-કાપડ ઉદ્યોગ બંધ રહેશે

સુરત:(Surat) ગત સોમવારે હીરા ઉદ્યોગ(diamond industry) અને ગત બુધવારે કાપડ ઉદ્યોગકારો સાથેની બેઠક પછી પાલિકા(SMC) કમિશનર બી.એન.પાની અને મેયર ડો.જગદીશ પટેલે સુરતમાં કોવિડ સંક્રમણ ઉપર નિયંત્રણ મેળવવા સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે કાપડ માર્કેટ, હીરા બજારો(diamond industry) અને સેફ ડિપોઝિટ વોલ્ટ બંધ રાખવા સૂચન કર્યું હતું. તેના પગલે આજે શનિવારે અને કાલે રવિવારે બંને બજાર બંધ રહેશે.

શહેરમાં વધતા કેસને કાબૂમા લેવા SMCની સૂચના: અઠવાડિયામાં આ બે દિવસ હીરા-કાપડ ઉદ્યોગ બંધ રહેશે

પાલિકા(SMC) કમિશનર સાથે થયેલી ડાયમંડ ઉદ્યોગ આગેવાનોની મીટિંગમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ડાયમંડ(Diamond)ના જે વિભાગમાંથી કેસ આવશે તે વિભાગને બંધ કરી દેવાશે. જ્યારે જે એકમમાંથી 2થી 3 કેસ આવશે તે યુનિટને બંધ કરી દેવાશે. કેસ નહીં આવે એ માટે 50 ટકા સ્ટાફ સાથે એકમો ચાલુ રાખવા, એસી નહીં ચલાવવા સહિતની નિયમાવલી આપવામાં આવી હતી. જેના માટે પાલિકા(SMC) દ્વારા ઈન્સ્પેક્શન પણ શરૂ કરાયું છે. પાલિકાની ટીમની સાથોસાથ ડાયમંડ ઉદ્યોગની પણ કમિટી બનાવવામાં આવી છે. જેમાં સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા 23 આગેવાન અને ઉદ્યોગકારોની 5 કમિટી બનાવવામાં આવી છે. જે આવનારા દિવસમાં એકમોમાં જઈ પાલિકાના નિયમનું પાલન થાય છે કે નહીં તેનું ઈન્સ્પેક્શન હાથ ધરશે.

શહેરમાં વધતા કેસને કાબૂમા લેવા SMCની સૂચના: અઠવાડિયામાં આ બે દિવસ હીરા-કાપડ ઉદ્યોગ બંધ રહેશે

માત્ર હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાંથી જ 650 કોરોના પોઝિટીવ

અનલોક-1માં તમામ વેપાર રોજગારને છૂટ મળતાં સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ બંને ફરી ચાલુ થઇ ગયા છે. પરંતુ આ બંને ઉદ્યોગમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. શુક્રવારે કુલ 161 પોઝિટિવ કેસ નોધાયા હતા. શહેરમાં 1 જુનથી 26 જુન સુધીમાં હીરા ઉદ્યોગમાં 550 કેસો તેમજ ટેક્સટાઈલ ઉઘોગમાં 100 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવામાં આવ્યું છે.

શહેરમાં વધતા કેસને કાબૂમા લેવા SMCની સૂચના: અઠવાડિયામાં આ બે દિવસ હીરા-કાપડ ઉદ્યોગ બંધ રહેશે

છેલ્લા 10 દિવસથી હીરા ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ કોરોનાનો ચેપ વધવા માંડ્યો છે. શહેરના સોથી મોટા બંન્ને ઉધોગોમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન ન થતું હોવાથી દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે. ટેક્સટાઈલ માર્કેટમાં નાની જગ્યામાં વધુ લોકોની અવરજવરને કારણે ચેપ ફેલાઈ રહ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતા લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોવાથી કોઈ એક ચોક્કસ વિસ્તારને બદલે સમગ્ર શહેરમાં કોરોના કેસો વધી રહ્યા છે. શહેરની જીવાદોરી સમાન ટેક્સટાઈલ ઉઘોગ અને હીરા ઉદ્યોગને કારણે આખા શહેરમાં કોરોનાનો ચેપનો ફેલાવો થવાનો ભય ઉભો થયો છે. અને 1 જુનથી 26 જુન સુધીમાં જ 650 કેસો નોંધાઈ ચૂક્યા છે.

Related Posts