કેન્દ્ર સરકારે તત્કાળ પ્રભાવથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકયો

નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે સોમવારે તાત્કાલિક અસરથી તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ (ban on onion export) મુક્યો છે. સરકારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને ડોમેસ્ટિક બજારમાં તેના વધતા ભાવોને અંકુશમાં રાખવા માટે આ પગલુ ભર્યુ છે. ડાયરેક્ટક જનરલ ઑફ ફોરેન ટ્રેડ (Directorate General of Foreign Trade – DGFT) દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં જણાવાયુ છે કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ મુકવામાં આવે છે. ડીજીએફટી વાણિજ્ય મંત્રાલયનું એક મહત્વનું અંગ છે જે આયાત નિકાસ સંબંધી બાબતોનું ધ્યાન રાખે છે.

Salmonella in Onions, Peaches, and Other Fresh Produce, Explained - Eater

આ જાહેરનામા હેઠળ સંક્રમિત વ્યવસ્થા હેઠળની જોગવાઈઓ લાગુ થશે નહીં. રાષ્ટ્રીય રાજધાનીમાં (Delhi) ડુંગળીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ .40 ની આસપાસ ચાલી રહ્યા છે, ઑગસ્ટમાં ડુંગળીના જથ્થાબંધ ભાવનો ફુગાવો (-) 34..48 ટકા હતો. દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને બિહાર ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં અને બિહારમાં ભારે વરસાદને કારણે આ વર્ષે ડુંગળીના પાકને ખાસ્સુ નુકસાન થયુ છે. ભારતમાંથી ડુંગળી મોટાભાગે શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઇ)માં નિકાસ થાય છે.

Labour participation dips as more women withdraw from workforce - budget -  Hindustan Times

ઑગસ્ટમાં છૂટક ફુગાવો નરમ પડયો, પણ જથ્થાબંધ ફુગાવાએ જોર પકડયુ

ખાદ્ય વસ્તુઓના ભાવ થોડા હળવા સાથે ઑગસ્ટમાં છૂટક ફુગાવો નજીવા ઘટાડા સાથે 6.69 ટકાએ પહોંચ્યો હતો. જો કે જથ્થાબંધ ફુગાવો પાંચ મહિનાની ઉંચી સપાટીએ 0.16 ટકાએ પહોંચ્યો હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયુ હતુ. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (National Statistical Office -NSO) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (Consumer price index – CPI) આધારિત છૂટક ફુગાવો જુલાઇમાં 6.73 ટકા હતો, જે પહેલાના 6.93 ટકાના અંદાજ સામે નીચો રહ્યો છે. ખાદ્ય ફુગાવો જુલાઇના 9.27 ટકાની સામે થોડો નરમ પડીને 6.05 ટકા થયો છે.

Outlook India Photo Gallery - May Day

સેગમેન્ટ અનુસાર જોવામાં આવે તો અનાજ અને ઉત્પાદનોના વિભાગમાં ભાવ વધારાનો દર જુલાઇના 6.96 ટકા પરથી સમીક્ષા હેઠળના મહિના દરમિયાન ઘટીને 5.92 ટકા પર આવ્યો હતો. માસ અને મચ્છી, દૂધ અને તેની બનાવટો તેમજ દાળ કઠોળમાં ફુગાવો ધીમો પડીને અનુક્રમે 16.50 ટકા, 6.15 ટકા અને 14.44 ટકા થયો છે. જો કે ઇંડા, ફળો તેમજ શાકભાજીમાં ફુગાવો અનુક્રમે 10.11 ટકા, 1 ટકો અને 11.41 ટકા થવાથી તેમના ભાવ તીવ્ર ગતિએ વધ્યા છે.

Related Posts