વ્યાપાર ઉદ્યોગોએ 2018- 19 માં રાજકીય પક્ષોને આટલા બધા કરોડનું દાન આપ્યું

નવી દિલ્હી (New Delhi): કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોએ (Corporate and Business houses) વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2018-19માં ઓછામાં ઓછા રૂ. 876 કરોડ દાનમાં આપ્યા હતા અને ભાજપ આવા ભંડોળો મેળવનાર સૌથી મોટો પક્ષ હતો જેના પછી કોંગ્રેસનો ક્રમ આવતો હતો એમ ચૂંટણી અધિકાર જૂથ એડીઆર (Association for Democratic Reforms) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસે આજે જણાવ્યું હતું.

Explained: What is a whip and what happens if it is disobeyed in the house?  | Business Standard News

ભાજપને જ્યારે આ સમય દરમ્યાન રૂ. 698 કરોડ મળ્યા હતા ત્યારે કોંગ્રેસ મોટા તફાવત સાથે બીજા ક્રમે આવી હતી જેને રૂ. 122.5 કરોડ મળ્યા હતા એમ એડીઆરે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું. તમામ રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષમાં તેમને મળેલા રૂ. 20,000 કરતા વધુના દાનો અને દાતાઓની વિગતો ચૂંટણી પંચને જણાવવી જરૂરી હોય છે. નાણાકીય વર્ષ 2018-19માં કોર્પોરેટ કંપનીઓ અને વ્યાપાર ગૃહોએ કુલ રૂ. 876.10 કરોડનું દાન કર્યું હતું જે વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ દાનના લગભગ 92 ટકા જેટલું હતું. એમ આ અહેવાલ જણાવે છે.

Rent Seeking, Indian Politicians and “Bombay Club” | Viv•i•fy : ( verb) :  to endow with renewed life

પાંચ રાષ્ટ્રીય રાજકીય પક્ષોમાંથી ભાજપને સૌથી વધુ રૂ. 698.82 કરોડનું દાન મળ્યું હતું જે 1573 કોર્પોરેટ દાતાઓ તરફથી મળ્યું હતું જેના પછી કોંગ્રેસનો ક્રમ આવે છે જેને 122 કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. 122.5 કરોડનું દાન મળ્યું હતું. એનસીપીને (NCP) 17 કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. 113.45 કરોડનું દાન મળ્યું હતું. અન્ય બે રાષ્ટ્રીય રાજકીય પક્ષોની વિગતો જણાવવામાં આવી નથી.

Election Funding: Most Of India's Top 50 Listed Firms Stayed Away From Political  Funding

આ અહેવાલ જણાવે છે કે 319 દાન એવા છે જેમાં દાતાના સરનામાની વિગતો નથી જેમાં કુલ 31.42 કરોડ રૂ.નું દાન અપાયું હતું જ્યારે કે 34 દાન એવા હતા કે જેમાં પાનની વિગતો દર્શાવવામાં આવી ન હતી આવા દાનોની કુલ રકમ રૂ. 13.33 કરોડ હતી અને પાન નંબર વગરના આવા દાનોમાંથી 99.75 ટકા દાન તો ભાજપને જ મળેલા હતા! પોતાની ભલામણમાં એડીઆરે જણાવ્યું છે કે એક કે એકથી વધુ દાનોમાં રૂ. 20,000 કરતા વધુ દાન રાજકીય પક્ષને કરનાર દાતાએ તેમની પાન (PAN) વિગતો આપવી જોઇએ.

Political Activity Compliance: A Complex But Necessary Subject for  Compliance Professionals - The Compliance and Ethics Blog

વધુમાં આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે કોર્પોરેટ ગૃહોએ રાજકીય પક્ષોને આપેલા પોતાના દાનની વિગતો પોતાની વેબસાઇટો પર મૂકવી જોઇએ. વધુમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને માન્યતા વગરના રાજકીય પક્ષોને મળેલા દાનોનો ચકાસણી સીબીડીટીના (Central Board of Direct Taxes) ખાસ વિભાગ દ્વારા થવી જોઇએ જેથી શેલ કંપનીઓ કે ગેરકાયદે સંસ્થાઓ દ્વારા મળતા દાનોને રોકી શકાય.

Related Posts