કોરોનાની સારવાર માટે રિમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે: ડો. કોશિયા

ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની મહામારી (Corona Pandemic) સંદર્ભે કોવિડ-૧૯ (Covid19)ના દર્દીઓની સારવાર (Treatment of patients)માં વપરાશમાં લેવાતાં રિમડિસીવર ઇન્જેક્શનની બજારમાં અછત ઊભી થઈ હોવાની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (Indian Medical Association)ની રજૂઆત સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન (Food and drug regulation) તંત્ર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં હાલ આ ઇન્જેક્શનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેવું ફ્રૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશિયા (Dr. H. G. Koshia) એ જણાવ્યું હતું.

કોરોનાની સારવાર માટે રિમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે: ડો. કોશિયા

ડો.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, રિમડિસીવર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy’s Lab. Ltd., Jubilant Lifescience Ltd.નો ગઈકાલે બજારમાં કુલ 7938 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. તે પૈકી આજે અંદાજે 6800 ઇન્જેક્શન ગુજરાત રાજ્ય (Gujarat State)ના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો (Private hospitals)માં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અને 1476 ઇન્જેક્શન અમદાવાદના સ્ટોકિસ્ટ પાસે ઉપલબ્ધ છે.

કોરોનાની સારવાર માટે રિમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે: ડો. કોશિયા

કોશિયાએ કહ્યું હતું કે, આવતીકાલે ઝાયડસ કેડીલાનાં આશરે 24000 ઇન્જેક્શન પૈકી 12500 ઇન્જેક્શન ગુજરાત રાજ્યના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવાશે અને 11500 ઇન્જેક્શન ગવર્નમેન્ટ સપ્લાયમાં ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત અન્ય ઉત્પાદક Hetero Drugs Ltd.નાં 5000 ઇન્જેક્શન, Jubilant Lifescience Ltd.નાં 700 ઇન્જેક્શન તેમજ Cipla Ltdનાં 1500 ઇન્જેક્શનનો જથ્થો અને આજનો ડિસ્ટ્રિબ્યુટર પાસેનાં 1476 ઇન્જેક્શન એટલે કે ગુજરાતના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં 21176 ઇન્જેક્શન ઉપલબ્ધ થવાના છે અને ગવર્નમેન્ટ સપ્લાયમાં 13200 ઇન્જેક્શન ઉપલબ્ધ રહેશે.
ડો.કોશિયાએ કહ્યું હતું કે, ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલો (Government hospitals) માં આ દવા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

કોરોનાની સારવાર માટે રિમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે: ડો. કોશિયા

રાજ્યનાં નાગરિકોમાં દહેશત કે ગભરાટ એ કારણે પણ છે કે રાજ્યમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે જેનાં કારણે 1400 જેટલાં લોકો દરરોજ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ રાજ્યમાં અત્યાર 1 લાખ 26 હજાર 169 કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1 લાખ 6 હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી કુલ 3355 દર્દીઓનાં મોત (Death of patients) થઈ ચૂક્યા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 1402 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે જ્યારે 1321 દર્દીઓ રિકવર (Patients recover) થયા છે તો 16 કમનસીબ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત (સારવાર દરમિયાન મોત) નિપજ્યા છે.

Related Posts