Vadodara

જે રકમ નક્કી થાય તે રકમ નહીં સ્વીકારો તો પોલીસ કાર્યવાહી કરાશે

વડોદરા: શહેરના પંડ્યા બ્રિજની આજુબાજુમાં આવેલી વસાહતોના 200 મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રએ જે રકમ નક્કી થાય તે રકમ નહીં સ્વીકારો  તો પોલીસ કાર્યવાહી કરીને પણ જમીન નો કબ્જો મેળવી લઈશું તેવી ચીમકી આપતી નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે તારીખ 21 મી ના રોજ બપોરે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચની આગેવાનીમાં સ્થાનિક રહીશો અને વેપારીઓ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરનાર છે.

વડોદરા શહેરમાંથી હાલની મુખ્ય રેલવે લાઈનની બાજુ માંથી બુલેટ ટ્રેન નો ટ્રેક પસાર થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને હાલના રેલ્વે ટ્રેકની આજુબાજુમાં આવેલી મિલકતો અને જમીનો સંપાદન કરવાની કાર્યવાહી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલી નાણાવટી ચાલી ફરામજી ચાલી શંકર વાડીની જમીન સંપાદન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ જમીન ઉપર આઝાદી પૂર્વે 1902માં બાંધવામાં આવેલો નાણાવટી મેન્શન બંગલો પણ તુજ છે અને 200 મકાન અને દુકાન પણ તૂટશે તેવે સમયે આ વસાહતના રહીશો અને વ્યાપારીઓને હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટરના જમીન સંપાદન અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી છે.

આ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાઈ સ્પીડ રીયલ કોર્પોરેશન અને જમીન સંપાદન અધિકારી જમીનનું જે વળતર નક્કી કરે તેમાં રહીશો સંમતિ એવોર્ડ નહીં કરો અને રેગ્યુલર એવોર્ડ કરીશું અને જે રકમ નક્કી કરીએ તે પ્રમાણે રકમ સ્વીકારવામાં નહીં આવે તો તમારી સામે પોલીસ કાર્યવાહી કરીને પણ મકાનો અને દુકાનો નો કબજો લઈ લઈશું.

નોટિસમાં ધમકીભર્યા શબ્દો લખવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને તેમણે તાજેતરમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના પ્રમુખની આગેવાનીમાં તાજેતરમાં એક બેઠક યોજી હતી. જેમાં નોટિસ અને જમીનના વળતર અંગે ની ચર્ચા-વિચારણા કરી તારીખ 21મીના રોજ બપોરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી થયું હતું.

બેઠકમાં વળતર અંગે સરકાર અને હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન પ્રતિ ચોરસ ફૂટના રૂપિયા 3000 નો ભાવ આપવા માગે છે અને તેની ઉપર સો ટકા વધારો મળી પ્રતિ ચોરસ ફૂટના રૂ.6000 આપવા માગે છે. તેની સામે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનની હરાજી કરીને વેચાણ કરવાનો ભાવ નક્કી કર્યો છે. તે ભાવ આપવા માગણી કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top