MCC ક્રિકેટ ક્લબની પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે આ ઓલરાઉન્ડર ખેલાડી

લંડન : ઇંગ્લેન્ડ(England)ના પૂર્વ કેપ્ટન(Captain) 43 વર્ષિય ક્લેર કોન્નોર(Clare Connor) 233 વર્ષનાં ઇતિહાસ(History)માં પ્રથમ વાર મૈરીલેબોન ક્રિકેટ ક્લબ(MCC)ની પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે. હાલ એમસીસીનાં અધ્યક્ષ કુમાર સંગાકારા(Kumar Sangakara) છે. જેઓ 2019માં એમસીસીનાં પ્રથમ બિન-બ્રિટીશ અને એશિયાનાં પ્રથમ અધ્યક્ષ બન્યાં હતાં. પરંતુ તેમનું અધ્યક્ષ તરીકેનું કાર્યકાળ સમાપ્ત થતા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ક્લેરની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ કુમાર સંગાકારાની જગ્યાએ આવનાર હતાં, પરંતુ કોરોના જેવી ગંભીર મહામારીને ધ્યાનમાં રાખીને કુમાર સંગાકારાને વધુ એક વર્ષ માટે આ પદ પર અધ્યક્ષ તરીકે ભાગ ભજવવા કહેવામાં આવ્યું છે. તેથી ક્લેર કોનોર હવે આગામી 1 ઓક્ટોબર 2021થી પોતાની નવી ભૂમિકા નિભાવશે.

MCC ક્રિકેટ ક્લબની પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે આ ઓલરાઉન્ડર ખેલાડી

ક્લેર કોન્નોર એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પોતાની ટીમને 42 વર્ષ પછી 2005માં એશિસ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને 93 વન-ડે માં 1087, 16 ટેસ્ટ મેચમાં 502 રન બનાવ્યા છે. વધુમાં તેના 104 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે. હાલ તે ઈંગલેન્ડનાં મહિલા (ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ)ઈસીબી અને વેલ્સ ક્રિકેટ બોર્ડનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. તે શ્રી લંકાનાં ભૂતપુર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું સ્થાન લેશે.

MCC ક્રિકેટ ક્લબની પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે આ ઓલરાઉન્ડર ખેલાડી

આ પદ માટે કુમાર સંગાકારાએ બુધવારે વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ખુદ વીડિયો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ક્લબના સભ્યોની મંજૂરી બાકી હોવાથી સંગાકારાને ક્રિકેટ લેન્ડસ્કેપ પર કોરોના વાયરસની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્તમાન કાર્યકાળમાં ભૂમિકામાં રહેવાનું આમંત્રણઆપવામાં આવ્યું છે. એમસીસી પાસે હાલમાં 18 હજાર સભ્યો છે, મહિલાઓની સદસ્યતાને લઈને 20 વર્ષ પહેલા મત મળ્યો હતો. પરંતુ 2018માં પ્રથમ વાર પ્રથમ મહિલા તરીકે ક્લેર કોન્નોરની નિમણુક થઈ છે.

MCC ક્રિકેટ ક્લબની પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે આ ઓલરાઉન્ડર ખેલાડી

ક્લેર કોન્નોરે એમસીસીનાં સભ્ય બનાવાતા તેણે કહ્યું કે, એમસીસીનાં આગામી અધ્યક્ષ તરીકે મારુ નામ સામે આવતા હું ખુબ જ ખુશ છું, હું 9 વર્ષની હતી ત્યારે લોર્ડસમાં આવી હતી, એ સમયે કોઈ પણ મહિલાને લોંગ રૂમમાં જવાની પરવાનગી ન હતી. અને આજ સમય બદલાય ગયો છે. એમ પણ ક્રિકેટે મારા જીવનને ખુબ સમૃદ્ધ બનાવ્યું છે. હવે આ અદભૂત સ્થાને મારી નિમણુક કરવામાં આવી છે. તેને વધુમાં કહ્યું કે “હવે હું મારી જાતને આ નોંધપાત્ર તકને સોંપી છું,મને એમસીસી ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ક્લબને વધુ વિકસિત બનાવવા, વધુ આધુનિક અને વિકાસ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી છે.” વધુમાં સંગાકારાએ કહ્યું કે, મને ખુશી છે કે ક્લેરે એમસીસીના આગામી પ્રમુખ બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. અને તે એમસીસી માટે મહત્વનૂ ભૂમિકા ભજવશે.

Related Posts