Charchapatra

તેરા મેલા પીછે છૂટા, રાહી ચલ અકેલા

માનવ સામાજિક પ્રાણી છે. સંબંધોના તાણાવાણાથી જોડાયેલો છે. ઘર પરિવારના ગુજરાન માટે સવારથી સાંજ સુધી કામ ધંધો નોકરીમાં જોતરાયેલો રહે છે. પરિવારને જીવાડવા માટે સારાં નરસાં કામો કરવાં પડે છે. પરંતુ કરેલાં પાપ પુણ્ય અહીં જ ભોગવવાનાં છે. સ્વર્ગ નર્ક તો એક કલ્પના છે. જિંદગી અને મોત નિશ્ચિત છે, બધાએ એક દિવસ જવાનું છે. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે દુનિયાને છોડીને જવાનું છે. ઘર સંસાર, પરિવાર, સગાં-વ્હાલાં, ધન, દોલત, મિલ્કત આ બધું પારિવારિક મેળા જેવું છે, કોઇ સાથે નથી આવવાનું એટલા આ સંસારની માયા છોડો, એ પાછળ રહી જવાની છે, તમને જીવતેજીવ માતા, પિતા, પત્ની, ભાઇ બહેન, સગાં વહાલાં, મિત્રો પ્રેમથી ચાહતા હશે કે માનતા હશે પરંતુ જયારે મોત થાય છે ત્યારે કોઇને ઘરમાં નથી રાખી મૂકવાના. સૌ પૂછે કે કયારે કાઢી જવાના? આ એક સંસારનો દસ્તુર છે.

ફિલ્મ સંબંધના ગીતના ગીતકારે સરસ લખ્યું છે. મુકેશજીએ ગાયું છે. ચલ અકેલા ચલ અકેલા તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા. જીવન એક ખેલ સમાન છે. આ ખેલ પૂરો કોઇ રમ્યું નથી. કોઇનો સાથ ન મળે તો ભગવાન સાથે પ્રીત જોડી લો, બધી સમસ્યાનું સમાધાન થઇ જશે. બધાં શ્રમજીવી પરિવારોને રહેવા ઘર નથી હોતાં એટલે ધરતીને પથારી સમજીને આકાશને ચાદર સમજીને ઓઢીને સૂઇ જાય છે, જયારે ટેન્શનથી ઘેરાયેલાં ઘણાં ધનવાનોને તો આલિશાન બંગલામાં પણ ઊંઘ નથી આવતી.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top