નિવૃત્ત થયેલ રજીસ્ટ્રારની હંગામી નિમણુંક થતાં વિવાદ: બીપીન વકીલની સ્પષ્ટતાની માંગ

(પ્રતિનિધિ)આણંદ, તા.૨૩ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદારપટેલ યુનીવર્સીટીમાં તાજેતરમાં ગત માસે નિવૃત્ત થયેલ રજીસ્ટ્રારની વા.ચા.એ. ત્રણ માસ માટે હંગામી પુનઃ તેજ પદ પર નિમણુંક થતા બે દિવસ પુર્વ યોજાયેલ સીન્ડીકેટ બેઠકમાં વિવાદ ઉઠવા પામ્યો હતો જેને પડકરતા સીનીયર સીન્ડીકેટ સભ્ય બીપીન વકીલે સ્પષ્ટતાની લેખીત માંગ કરી વિરોધ ઉઠાવતા મામલો ગરમાવા પામ્યોછે.

તો બીજીબાજુ જાણકારોના મતે ગત પહેલી જૂનના રોજ બાયો સાયન્સ લેબમાં લાગેલ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થતા વીમાનું પ્રીમીયમ ન ભરાતા થયેલ નુકસાનીના જવાબદારી કોની? પર ઉઠેલ સવાલના પગલે બે હંગામી નીયુકત કરાયેલ  રજીસ્ટ્રારના માથે જવાબદારી નાંખવાના ખેલ રાયાની ચચા યુનીવર્સીટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે

પ્રા વગતો અનુસાર અત્રેની સરદાર પટેલ યુનીવર્સીટીમાં ગત ૨૧મીના રોજ યોજાયેલ સીન્ડીકેટ બેઠકમાં ગત માસની ૧૪મીના નીવૃત થયેલ રજીસ્ટ્રાર તુષાર મજમુદારની ત્રણ માસ માટે વા.ચા. દ્વારા હંગામી વહીવટ અધિકારી રૂપિયા ૩૦ હજારના માનદ વેતન સાથે નિમણઉંક કરવામાં આવતા આ મુદ્દે ખેડાં તુષાર મજમુદારની થયેલ નિમણુંક પર વાંધો રજૂ કરી સીનીયર સીન્ડીકેટ સભ્ય બીપીન વકીલે યુનીવર્સીટીના કયા ઓર્ડીનન્સ સ્ટેચ્યુટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે નિમણુંક કરવામાં આવી તેવા સવાલ સાથે તુષાર મજમુદાર ને વર્ષ ૨૦૧૦થી કાર્યકારી કુલ સચીવનો વધારો ચાર્જ આપવામાં આવતાનાયબ કુલ સચીવ ઉપરાંત કાર્યકારી કુલ સચિવનો વધારાનો ચાર્જ આપવામાં આવતા નાયબ કુલ સચીવન ઉપરાંત કાર્યકારી કુલ સચીવનું વધારાનું વેતન અન્ય ભથ્થા પરીક્ષાની કામગીરી નું વધઆરાનું વેતન યુવર્સીટી દ્વારા ચૂકવવામાં આવ્યા હોય તેની નાણાકીય વર્ષ સાથેની વિગતોનીલેખીત માંગ કરી સ્પષ્ટતા માંગવામાં આવતા મામલો ગરમાવા પામ્યો છે.

  યુનીવર્સીટી સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારની હંગામી નિમણુક કરવા પાછળ વા.ચા.નો આશય શું ? જેવા સવાલો સાથે ગત પહેલી જૂના રોજ યુનીવર્સીટીના બાયોસાયન્સ વિભાગની લેબમાં લાગેલ આગમાં આશરે દસ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવવામાં આવી રહયો છે. પરંતુ યુનીવર્સીટીની ઘોર બેદરકારી ઉજાગર થવા પામી હોય તેમ છેલ્લા વીસ વર્ષથી યુનીવર્સીટી ની તમામ માલ મીલકતોના વિમાનું પ્રીમીયમ ભરવામાં આવતું હતું.

પરંતુ ગત માર્ચ ૨૦૧૯ માં વીમો પૂર્ણ થયા બાદ વીમા કંપની દ્વારા જાણ કરવામાં આવવા છતાં અને સુત્રોના જણાવ્યા પ્રમાણે જે તે સમયે યુનીવર્સીટીના પદાધિકારીએ વીમાનું પ્રીમીયમ ભરવાની લેખીત નોંધ વાઇસ ચાન્સેલર સમક્ષ મુકવામાં આવ્યા છતાં વા.ચા. દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાની આશંકા સાથે ગત માસે લાગેલ લેબ આગમાં થયલ દસ કરોડના નુકસાનની જવાબદારી મુદ્દે ઉઠેલ સવાલ અને કાયદાકીય નોટીસ બજાવવામાં આવતા દોષનો ટોપલો હંગામી ધોરણે પુર્વ રજીસ્ટ્રારની નિમણુંક કરી ઢોળવાના શરૂની પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાની ચર્ચા યુનીવર્સીટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts