તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલની ACB દ્વારા ધરપકડ, નોટીસ પરત લેવા 10 લાખ માંગ્યા હતા

તાપી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (Tapi District Education Officer) તથા ઈન્ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી ભરત પટેલ સહિતનાં બે કર્મચારીઓની લાંચ પેટે આશરે રૂ. 10 લાખની ડીમાન્ડ માં શનિવારે સવારે આશરે 4:30 વાગેના અરસામાં ઘરેથી તાપી એસીબી (arrested by ACB) એ બંનેની અટકાયત કરી હતી. આ કામના ફરીયાદી ટ્રસ્ટ સંચાલીત વિધ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જે શાળામાં શિક્ષણ અધિકારી ભરત પટેલ એ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપી હતી. જેને રફેદફે કરવાં આ લાંચ ની રકમ માંગી હોવાનું જાણવા મળ્યું છે. લાંચની (Bribery) રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેનાં આધારે ગત રોજ તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ તાપી એસીબી (ACB) પીઆઈ વી.એ.દેસાઈ એ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું.

તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલની ACB દ્વારા ધરપકડ, નોટીસ પરત લેવા 10 લાખ માંગ્યા હતા

 નોટિસ પરત લેવા માટે શિક્ષણાધિકારી બી. એમ. પટેલ  દ્વારા સ્કૂલ ના સંચાલક પાસે રૂપિયા 10 લાખ ની માંગણી કરી હતી જેમાં રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. દરમિયાન ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.

તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલની ACB દ્વારા ધરપકડ, નોટીસ પરત લેવા 10 લાખ માંગ્યા હતા

જણાવી દઈએ કે  છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે. 

Related Posts