લવ જેહાદના આક્ષેપ સાથે વિરોધ થતાં ગાંધીધામમાં તનિષ્કના મેનેજરે હિન્દુ સમાજની માફી માંગી

ગાંધીનગર: તનિષ્ક (Tanishq) દ્વારા હિન્દુ વહુના શ્રીમંત પ્રસંગની એડનો વિવાદ હવે ગુજરાતમાં પહોંચી ગયો છે. જેમાં ગાંધીધામ (Gandhidham) માં કેટલાંક હિન્દુત્વવાદી તત્વો દ્વારા તનિષ્ક શો રૂમની બહાર વિરોધ (Tanishq protested outside the show room) કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ફોન દ્વારા ધમકી (Threatened by phone) આપવામાં આવી હતી. છેવટે હિન્દુત્વવાદી કાર્યકરો (Hindutva activists) આગળ ઝુકીને શો રૂમના માલિક દ્વારા શો રૂમની બહાર હિન્દુ સમાજની માફી માંગી (Hindu society apologized) એ છીએ તેવી તકતી લગાવી હતી. કચ્છના પૂર્વના એસપી મયૂર પાટીલે કહ્યું હતું કે, તનિષ્ક શો રૂમ પર કોઈ હુમલો થયો નથી. પોલીસ દ્વારા શો રૂમને પુરતું રક્ષણ આપવામાં આવ્યું છે. હાલ શો રૂમને ધમકી મળી હતી. જો કે પોલીસ દ્વારા રક્ષણ (Protection by police) આપવામાં આવ્યું હતું.

લવ જેહાદના આક્ષેપ સાથે વિરોધ થતાં ગાંધીધામમાં તનિષ્કના મેનેજરે હિન્દુ સમાજની માફી માંગી

બીજી તરફ રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) એ કહ્યું હતું કે, તનિષ્કના શો રૂમ પર કોઈ હુમલો કરાયો નથી. આ સમાચાર જાણી જોઈને ગુજરાતમાં તોફાનો કરાવવા માટે એક ટીવી ચેનલ દ્વારા ચલાવવામા આવ્યા છે. આ ન્યૂઝ ચેનલ સામે પણ પગલા લેવાશે. એક મુસ્લિમ પરિવારમાં હિન્દુ વહુના શ્રીમંતન પ્રસંગે વહુ કહે છે કે તમારા પરિવારમાં તો આવી હોઈ વિધી થતી જ નથી. ત્યારે મુસ્લિમ સાસુ કહે છે દીકરીનો પ્રસંગ તો બધા ઉજવે જ છે. જો કે કેટલાંક હિન્દુત્વવાદી કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો છે કે આ એડ દ્વારા લવ જેહાદ ફેલાવવામાં આવી રહી છે, માટે આ એડ હટાવવી જોઈએ.

લવ જેહાદના આક્ષેપ સાથે વિરોધ થતાં ગાંધીધામમાં તનિષ્કના મેનેજરે હિન્દુ સમાજની માફી માંગી

ગુજરાતનાં કચ્છ જિલ્લામાં ગાંધીધામ સ્થિત તનિષ્ક શો રુમનો વિરોધનો કારણ માત્ર એ છે કે વિવાદાસ્પદ એડ જેના માટે શોરુમ દ્વારા 12 ઓક્ટોબરે ગેટની બહાર એક એ ફોર સાઈઝનાં પેપર પર એક નોટ ચોટાડી હતી જેનાં પણ લખ્યુ હતુ કે, આ જે મીડિયામાં ચાલી રહેલ તનીષ્કની એડ શરમજનક છે. ગાંધીધામ તનીષ્ક સમગ્ર કચ્છ જિલ્લા હિન્દુ સમાજની માફી માંગે છે. હવે આ શો રુમનો માફી પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ (Apology letter goes viral on social media) થઈ રહ્યો છે. જણાવી દઈએ કે તનીષ્કની આ એડને યુ ટ્યૂબથી ખસેડવામાં આવ્યો છે.

Related Posts