સુશાંતના પિતાના વકીલે કહ્યુ કે કંગનાએ કરેલા દાવાઓને સુશાંતના કેસ સાથે લેવા દેવા નથી

મુંબઇ (Mumbai) : જયારથી સુશાંત (Sushant Singh Rajput’s suicide case) નું અવસાન થયુ છે, એક વ્યકતિ કે જેણે બધાની ઊંઘ ઉડાડી દીધી છે એ છે કંગના રનૌત. કંગના (Kangana Ranaut) એ કરણ જોહર (Karan Johar) , મહેશ ભટ્ટ (Mahesh Bahtt) જેવા લોકો પર સુશાંતની આત્મહત્યાના ગુનાના આરોપો લગાડયા હતા. કરણ જોહરે સોશિયલ મિડીયા છોડી દીધુ અને ડિપ્રેશનમાં છે. આ અગાઉ કંગનાએ રિતિક રોશન સાથે પંગો લીધો હતો. કંગનાએ સ્વરા ભાસ્કર અને તાપ્સી પન્નુને ‘બી ગ્રેડ’ એકટ્રેસ કહી હતી.

સુશાંતના પિતાના વકીલે કહ્યુ કે કંગનાએ કરેલા દાવાઓને સુશાંતના કેસ સાથે લેવા દેવા નથી

હાલમાં સુશાંતના પિતના વકીલે એક ઇન્ટરવ્યુમાં કંગનાની એકશનસ વિશે ખુલાસો કરતા કહ્યુ કે કંગનાએ અત્યાર સુધી એકપણ વાર સુશાંતના પરિવાર અથવા તેના પિતા કે.કે.સિંઘ સાથે સંપર્ક કર્યો નથી. તેમણે ઉમેર્યુ કે કંગનાએ કરેલા નેપોટિઝિમ (nepotism) ના દાવાઓને સુશાંતના કેસ સાથે કોઇ લેવા દેવા નથી. સુશાંતના પિતના વકીલે ઉમેર્યુ કે સુશાંતનો પરિવાર કંગનાએ કરેલા કોઇપણ દાવાને સમર્થન કરતુ નથી.

સુશાંતના પિતાના વકીલે કહ્યુ કે કંગનાએ કરેલા દાવાઓને સુશાંતના કેસ સાથે લેવા દેવા નથી

સુશાંતના પિતના વકીલ વિકાસની વાત પરથી એવુ લાગી રહ્યુ હતુ કે તેઓ કંગનાને વ્હેતી ગંગામાં હાથ ધોનાર (Kangna is an opportunist) તરીકે સરખાવે છે. જો કે કંગના કે જે સુશાંતને ન્યાય અપાવવા માટે આટલી બધી વાતો કરી રહી છે, તેણે એકવાર તો સુશાતના પરિવારનો સંપર્ક કરવો જોઇતો હતો. નાના પાટેકર જેવી અનેક બોલીવુડની અને રાજનૈતિક હસ્તીઓ સુશાંતના પિતાને મળવા પટણા પહોંચ્યા હતા.

સુશાંતના પિતાના વકીલે કહ્યુ કે કંગનાએ કરેલા દાવાઓને સુશાંતના કેસ સાથે લેવા દેવા નથી

26 જુલાઇએ શાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના આતમહત્યા (suicide) થી મૃત્યુ થયાના કેસમાં એક મહિનાથી વધુ સમયની તપાસ બાદ હવે મુંબઈ પોલીસે (Mumbai Police) સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં રહેલા ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Maharastra Home Minister Anil Deshmukh) રવિવારે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે મુંબઈ પોલીસે હવે મહેશ ભટ્ટ (Mahesh Bhatt) , કંગના રાનાઉત (kangana Ranaut) અને કરણ જોહર (Karan Johar) ના મેનેજરને ‘સમન્સ’ (summons) પાઠવ્યા હતા.

Related Posts