સુશાંતની યાદમાં પરિવારે શરુ કયુૅ આ ફાઉન્ડેશન, જે મદદ કરશે..

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના અવસાનને 15 દિવસ થઇ ગયા, પટણા (Patana) માં તેમના નિવાસસ્થાને તેમના પરિવારે 13માની વિધિ પૂરી કરી અને સાથે જ એક નિવેદન બહાર પાડયુ, જેમાં તેમને બધા ચાહકો અને અન્ય સ્નેહીજનોનો આભાર માણ્યો હતો. આ સાથે જ તેમને જાહેરાત કરી છે કે તેમના પટણાના નિવાસસ્થાનને સુશાંતની યાદમાં એક ‘મેમોરિયલ સેન્ટર’ (Memorial Center) માં ફેરવવામાં આવશે, જેને સુશાત સિંહ રાજપૂત ફાઉન્ડેશન (Sushant Singh Rajput Foundation -SSRF) નામ અપાયુ છે. જયાં સુશાંતના પુસ્તકો, તેનું ટેલિસ્કોપ (Telescope), અને તેનો બીજો સામાન પ્રદશૅન માટે મૂકાશે. સુશાંતને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો, તેની પાસે એક ટેલિસ્કોપ હતુ, જેનાથી તેને આકાશમાં ચાંદ-તારાઓ જોવાનો ખૂબ શોખ હતો. તમને જાણ ન હોય તો કહી દઇએ કે સુશાંતે ચંદ્ર પર જમીન (Land on Moon) ખરીદીને રાખી હતી. તે ખૂબ જિનિયસ (Genius) હતો.

સુશાંતની યાદમાં પરિવારે શરુ કયુૅ આ ફાઉન્ડેશન, જે મદદ કરશે..

સુશાંતની ‘સોનચિરીયા’ (Sonchiriya) ની સહ-કલાકાર ભૂમિ પેડનેકરે (Bhumi Pednekar) આજે ટંવિટર (Twitter) પર સુશાંતને યાદ કરતા એક પોસ્ટ શેઅર કરી હતી. તેણે આ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે હવે તે સુશાંતની યાદમાં ‘એક સાથ ફાઉન્ડેશન’ (Ek Sath Foundation) સાથે જોડાઇને 550 ગરીબ પરિવારોને ભોજન પૂરુ પાડવાની જવાબદારી લેશે. ભૂમિએ પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે, ‘સુશાંતસિંહ રાજપૂતની પ્રેમાળ સ્મૃતિમાં, હું મારા પ્રિય મિત્રની યાદમાં “એક સાથ ફાઉન્ડેશન” દ્વારા 550 ગરીબ પરિવારોને ખવડાવવાની પ્રતિજ્ઞા કરું છું. ચાલો જરૂરિયાતવાળા પ્રત્યે કરુણા અને પ્રેમ બતાવીએ, હવે પહેલા કરતા વધારે – ભૂમિ.’ આ અગાઉ સુશાંતની પહેલી ફિલ્મના નિર્દેશક અભિષેક કપૂર (Abhishek Kapoor) અને પત્ની પ્રજ્ઞા કપૂર આ એનજીો (NGO) સાથે જોડાયા હતા. તે બંનેએ આ એનજીઓ સાથે મળીને સુશાંતની યાદમાં 4,400 જેટલા ગરીબ પરિવારોને ખવડાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

Image

સુશાત સિંહ રાજપૂતના અવસાને ખરેખર બોલીવુડ (Bollywood)ના ઘણા બધા પાસાઓ પર સવાલ ઊભા કરી દીધા છે. હાલમાં જ બોલીવુડના સિનિયર અભિનેતા નાના પાટેકર (Nana Patekar) સુશાંતના પરિવારને મળવા તેના નિવાસસ્થાન પટણા પહોંચ્યા હતા. આ સિવાય શેખર સુમન (Shekhar Suman) જે પોતે પણ મૂળ પટણાના છે, તે સુશાંતના પરિવારને મળવા પટણા જવાના છે. શેખર સુમને આ સમાચાર ટ્વિટ કયૉ છે, તેમણે લખ્યુ છે કે તે બિહાર જશે. અને સુશાંતના પરિવાર સિવાય નીતિશ કુમાર (Nitish Kumar) ને પણ મળશે. શેખર સુમન એવા લોકોમાંથી છે, જેમણે બોલીવુડમાં ચાલતા વંશવાદ (Nepotism) પર આંગળી ચીંધી છે. શેખર સુમને કહ્યુ છે કે તેમનો દીકરો પણ અક સમયે ડિપ્રેશન (Depression)નો શિકાર બન્યો હતો.

Related Posts