સુશાંતસિંહની વસમી વિદાય

રૂપેરી પરદા પરનો આશાસ્પદ હોનહાર કલાકાર સુશાંતસિંહ નામનો તેજસ્વી સિતારો અચાનક ખરી પડયો એની આત્મહત્યાના સમાચાર બોલિવુડમાં ચર્ચના વિષય બની ગયો. ૨૦૧૬ની મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરથી બનેલી સુશાંતસિંહ રાજપૂતના જબરજસ્ત અભિનયવાળી ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીએ પણ આ ફિલ્મના એના અભિનયથી ખૂબ પ્રશંસા કરી હતી. વિવેકચકોએ પણ ખૂબ વખાણી હતી. જાત મહેનતથી પોતાના સ્વબળે સખત પરિશ્રમ કરી એને બોલિવુડમાં એક મજબુત સ્થાન બનાવ્યું હતું.

રાજકારણયા રાજકીય નેતાઓની જુથવાદની કોઇ નવાઇ નથી પણ હવે એ દુષણ બોલિવુડના અભિનેતાની દુનિયામા ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યું છે. સુશાંતસિંહના રહસ્યમય આત્મહત્યાની ઘટનાએ અનેક પ્રશ્નો ખડા કરી દીધા છે ખેર એજ હોય તે પણ ૩૪ વર્ષની વયના યુવાન વયના આ કલાકારનું ભાવિ ઉજજવળ હતું હવે એના પર પરદો પડી ગયો છે. જીવન એનું જીવંત હતું. મૃત્યુ બગડી ગયું. ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ સુશાંતસિંહ હવે કાયમ માટે શાંત થઇ ગયો છે.સુરત-જગદીશ પાનવાલા

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts