કોરોના સામે મોદી સરકારનું સરેન્ડર – રાહુલ ગાંધી

દિલ્હી: દેશ લગાતાર ચીન(China) સામે ગલવાન(Galwan)માં થયેલ હિંસક(Violent) અથડામણને લઈને સરહદ(Border) પર અને ચીની વાયરસ(Virus) કોવિડ-19(Covid-19)ને હરાવવા સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ બંને બાજુ સરકારનો કંટ્રોલ દેખાઈ રહ્યો નહીં હોવાનો કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. રાહુલ આ મામલે મોદી સરકાર પર આકરા સવાલો કરી સરકાર પર નિશાનો સાધી રહ્યાં છે. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોવિડ-19 દેશનાં તમામ જગ્યાએ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોદી સરકારની કોરોનાને હરાવવાની કોઈ તૈયારી કે આયોજન નથી. વડાપ્રધાન પણ ચૂપ છે. તેમણે કોરોના સામે આત્મસમર્પણ કર્યું છે.

કોરોના સામે મોદી સરકારનું સરેન્ડર - રાહુલ ગાંધી

દેશમાં એક બાજુ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસનાં દર્દીઓ સામે આવી રહ્યાં છે. શુક્રવારે દેશમાં એક જ દિવસમાં 18000 કેસો સામે આવ્યા હતાં. કોરોના વાયરસનાં કેસોમાં માત્ર 6 દિવસમાં 1 લાખનો વધારો થયો હતો. શુક્રવારે કોરોના વાયરસનાં કારણે દેશમાં 381 લોકોનાં મોત થયા હતાં. હાલ દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 5,09,446 જેમાંથી 2,95,917 લોકો સાજા થતા તેમને હોસ્પિટલોમાંથી રજા મળી ગઈ છે. અને અત્યાર સુધી કોરોનાને લીધે દેશમાં 15689 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોરોના સામે મોદી સરકારનું સરેન્ડર - રાહુલ ગાંધી

કોંગ્રેસ થોડાક દિવસોમાં સરકાર સમક્ષ લગાતાર નિશાનો સાધી રહી છે અને સરકારને ઘેરામાં લેવાની કોશિશ કરી રહી છે. વિપક્ષે લગાતાર કોરોના સામેની તૈયારીઓ વિશે અને ભારત-ચીન વિવાદ પર સરકાર સમક્ષ સવાલો કરતા જોવા મળ્યાં છે અને જેમાં તે લગાતાર સફળ થઈ રહી છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને ગલવાન અઠડામણમાં થયેલ હિંસા વિશે અને કોરોના વિશે સવાલો કરવાના શરૂ રાખ્યા છે તો બીજી તરફ સોનિયા ગાંધીએ પણ મોદી સરકારને પત્ર લખીને પેટ્રોલ અને ડીઝલનાં વધેલા ભાવનું કારણ જાણવા અને ભાવ ઘટાડવા અંગે સવાલો કર્યા છે.

કોરોના સામે મોદી સરકારનું સરેન્ડર - રાહુલ ગાંધી

જણાવી દઈએ કે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક્શન મોડમાં દેખાઈ રહ્યાં છે. રાહુલ ગાંધીએ ગલવાન ઘાટીમાં ભારત-ચીન હિંસક અથડામણમાં શહીદ થયેલ 20 ભારતીય જવાનો વિશે અને હવે કોરોના વાયરસ પર સરકાર પર નિશાનો સાધી રહ્યાં છે. રાહુલ ગાંધીનો કોરોનાને લઈને સરકાર સમક્ષ ત્યારે સવાલ કર્યા જ્યારે માત્ર 6 દિવસમાં 1 લાખ જેટલાં કોરોનાનાં કેસો સામે આવ્યાં હતાં.

Related Posts