ઉકાઇ ડેમનું સપાટીનું મોનિટરિંગ

આ વર્ષે ઉકાઇ ડેમની સપાટીનું મોનિટરિંગ ખૂબ જ આવકશ્યક છે. કેમ કે ગયા વર્ષના ચોમાસાની શરૂઆતમાં ઉકાઇ ડેમની સપાટી ૨૭૭ Fts ની હતી. અને ત્યારે ૨૦ દિવસમાં જ ૬૦ Fts વધી ગઇ હતી.જયારે આ વર્ષના ચોમાસાની શરૂઆતની જ સપાટી ૩૧૭ Ftsની છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વખતની સપાટી ૪૧ Fts વધારે છે એટલે ભયજનક સપાટી ૩૪૫ Fts થી માત્ર ૩૦ Fts દૂર છે. અને આખે આખુય ચોમાસું બાકી છે. જેથી રોજેરોજનું મોનીટરિંગ ખૂબ જ જરૂરી છે. નહિ તો સુરતના માથે પુરનું સંકટ બની શકે છે.
સુરત-ડો. પ્રવિણચંદ્ર જે. રાજાજેષી

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts