સુરતનું નવું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હવે 980 કરોડનું બનશે, નવી ડિઝાઇન સાથેનો ફાઇનલ ડ્રાફટ રેલવેને મોકલાયો

સુરત: આગામી ડિસેમ્બર-2020માં ગુજરાતના ગાંધીનગર અને મધ્યપ્રદેશના હબીબગંજ મોડેલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થશે. આ બંને સ્ટેશનનોની સાથે 2014માં સુરતના વર્લ્ડક્લાસ મલ્ટિ મોડેલ માસ ટ્રાન્સર્પોટેશન હબ (MMTH) સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સુરતના નવા રેલવે સ્ટેશન (New Railway Station) માટે કોઈ બિડર નહીં મળતા પ્રપોઝલથી આગળ વધી શકયું નથી. પ્રારંભમાં 5 હજાર કરોડના ખર્ચે 61 માળના 5 કોમર્શિયલ બિલ્ડીંગ સાથે સ્ટેશન ડેવલોપમેન્ટની (Station Development) પ્રપોઝલ હતી. આટલા મોટા મૂડી રોકાણ માટે પ્રારંભમાં 31 જેટલી નેશનલ અને મલ્ટિનેશનલ કોર્પોરેટ કંપનીઓ આગળ આવી હતી. પરંતુ સુરત સ્ટેશનનો એરીયા એરપોર્ટની ફનલમાં આવતો હોવાથી 30 માળથી વધુ બાંધકામ મળી શકે તેમ નથી. હવે (IRSDC)એ 9 મુદ્દાની પ્રપોઝલ રેલવે મંત્રાલય અને (PPPAC )પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઝલ કમિટીની મંજૂરી માટે મોકલાવી છે. કંપનીએ નવી ડિઝાઇન સાથેનો ફાઇનલ ડ્રાફટ રેલવેને મોકલી આપ્યો છે.

સુરતનું નવું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હવે 980 કરોડનું બનશે, નવી ડિઝાઇન સાથેનો ફાઇનલ ડ્રાફટ રેલવેને મોકલાયો

સૂત્રોના જણાવ્યા મુજબ IRSDCએ 980 કરોડના ખર્ચ સાથે મેટ્રો, BRTS અને સિટી બસ કનેક્ટેડ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન સાથેની પ્રપોઝલ મોકલાવી છે. રેલવે મંત્રાલય દ્વારા એક-બે દિવસમાં તેની જાહેરાત થઇ જવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન માટે ટેકનિકલ અને ફાઇનાન્શિયલ કન્સલટન્સી એજન્સી એક્સવાયનો કેપિટલ સર્વિસ પ્રા.લિ.ને કામ સોંપવામાં આવ્યું છે. નવી પ્રપોઝલ અંગે મુંબઇ સ્થિત અને મુંબઈ ઉપરાંત દિલ્હી, ગોવા, બેંગલુરુ, ચેન્નઈમાં હોટેલો અને ગાંધીનગરમાં એગ્ઝિબિશન સેંટર ધરાવતી દેશની જાણીતી ફાઇવસ્ટાર હોટેલ ચેઇન કંપની અને તે ઉપરાંત અમદાવાદ સ્થિત દેશ-દુનિયામાં જાણીતી એક કોર્પોરેટ કંપની મળી કમસે કમ બે પાર્ટીઓએ પ્રાથમિક રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતનું નવું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હવે 980 કરોડનું બનશે, નવી ડિઝાઇન સાથેનો ફાઇનલ ડ્રાફટ રેલવેને મોકલાયો

રેલવે મંત્રાલય ચાલુ સપ્તાહે સુરતના સ્ટેશનને લગતી જાહેરાત કરે તેવી શકયતા

ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને તૈયાર કરેલો ડ્રાફટ રિપોર્ટ રેલવે મંત્રાલય અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એપ્રેઝલ કમિટીને આજે મોકલી દેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા ચાલુ સપ્તાહમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. પ્રોજેકટનું કદ ઘટાડવામાં આવતા હવે નવેસરથી આરએફક્યુ મંગાવવામાં આવે તેવી શકયતા છે. અત્યારે બે કંપનીઓએ રસ દાખવ્યો છે.

ઉધનાને સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનું કામ પણ આઇઆરએસડીસીને સોપાયું

સુરતની સાથે ઉધના રેલવે સ્ટેશનને પણ સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની જવાબદારી આઇઆરએસડીસીને આપવામાં આવી છે. કંપનીએ તેના માટે એજીસ ઇન્ડિયા કન્સલટિંગ એન્જિનિયર્સ પ્રા.લિ.ને ટેકનીકલ અને ફાઇનાન્શિયલ કન્સલટન્ટ તરીકેની જવાબદારી સોંપી છે. જો કે ઉધના રેલવે સ્ટેશને અત્યારથી જ પ્લેટફોર્મને એ રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે.


સ્ટેશનમાં GSRTC કોમ્પલેક્સ સહિત મેટ્રો, BRTS અને સિટિબસની સુવિધા પણ ઊભી કરાશે

  • IRSDCએ જેવી પ્રપોઝલ મોકલાવી છે, તેમાં ટોટલ પ્રોજેક્ટ એરિયા 353,140 સ્કવેર મીટર રહેશે. જયારે બિલ્ટઅપ એરીયા 947,0495 સ્કવેર મીટર રહેશે.
  • પ્રોજેકટ સાઇટમાં રેલવેના કર્મચારીઓની ટાઉનશિપ પબ્લિક-સેમી પબ્લિક ફેસેલિટી, રેસિડેન્શિયલ, કોર્મશિયલ અને રેલવે ઓફિસ તથા સર્વિસ એરીયા રહેશે.
  • રેલવે પરીસરમાં વહિવટી કચેરી, ઓપરેશનલ ઝોન, પેસેન્જર ફેસેલિટી ઝોન, પેસેન્જર ટ્રાન્સફર-ટ્રાન્ઝિટ ઝોન, ઇન્ફ્રાસ્ટ્રકચર, કોર્મશિયલ ઝોનની સાથે જીએસઆરટીસીનું કોમ્પલેક્સ પણ ઉભું કરાશે.
  • મોર્ડન રેલવે સ્ટેશન પરિસરને કનેક્ટેડ મેટ્રો સ્ટેશન, બીઆરટીએસ સ્ટેશન અને સિટી બસ સ્ટેશન બનાવવામાં આવશે.
  • સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ દિશામાં ટિકિટ વિતરણ કેન્દ્રો, સ્ટેશન લોબી અને નવા બે પ્લેટફોર્મની સુવિધા ઉભી કરાશે. ફૂડપ્લાઝા ઉપરાંત બેંકની સુવિધા પણ આપવામાં આવશે.


સ્ટેશનમાં પાણીની તથા કચરા નિકાલની વ્યવસ્થા માટે મહાપાલિકા સહયોગ કરશે

  • ઇન્ડિયન રેલવે, ગુજરાત એસટી અને સુરત મહાનગરપાલિકાની બનેલી સીટકો કંપની વચ્ચે થયેલા એમઓયુ પ્રમાણે સુરત મહાનગરપાલિકાને 6043.5 કેએલડી પાણીની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે. સુરત મનપા દ્વારા 1980.5 કેએલડી ફ્રેશ વોટર આપવાની તૈયારી દર્શાવાઈ છે.
  • સુરત એમએમટીએચમાં વિજળીની સુવિધા રેલવે ઇલેક્ટ્રિક પાવર કોમ્પ્લેક્સમાંથી અપાશે.
  • રોજ 23 ટન કચરાના નિકાલની વ્યવસ્થા માટે સુરત મહાનગરપાલિકા સહયોગ આપશે.

Related Posts