SURAT

આજે 31મી મે વિશ્વ તમાકુ દિવસ: દેશમાં દર વર્ષે 33 લાખ લોકોના તમાકુથી મોત

સુરત: 31 મી મે ‘વિશ્વ ટોબેકો નિષેધ’ (World Tobacco Day) દિવસ વિશ્વભરમાં (World) ઉજવાય છે ત્યારે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં ‘હાય રે તમાકુ, મેં તને રાખી, તે મને ન રાખ્યો’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, માવા સહિતના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલમાં દર્શનાર્થે આવતા લોકો પાસેથી એકત્ર કરેલા બીડી, સિગારેટ ગુટખા સહિતને અગ્નિદાહ આપી જીવનમાંથી પણ આ દૈત્યને સદાને માટે તિલાંજલિ આપવાની શીખ આપી હતી.

  • વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં ‘હાય રે તમાકુ, મેં તને રાખી, તે મને ન રાખ્યો’ અંતર્ગત ગુટખાને અગ્નિદાહ અપાયો
  • 31 મી મે ‘વિશ્વ ટોબેકો નિષેધ’ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે

પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાના 75 વર્ષે અમૃત મહોત્સવના ઉપક્રમે ગુરુકુલ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ અભિયાન સંતો અને યુવાનો ચલાવી રહ્યા છે. જેમાં માણસોને સારી સમજણ મળતા વ્યસન મુક્ત બની પોતાનું જીવન અને પરિવારને તંદુરસ્ત તથા સુસંસ્કારવાન બનાવી રહ્યા છે. ભારતમાં 44 કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે. તેમાં ૩૦ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. લોકો એક યા બીજી રીતે આ તમાકુનો ઉપયોગ કરતા હોય છે તેમાં ૬૦ ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓનો ભાગ હોય છે. વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો મોતને ઘાટ ઉતરે છે તે પૈકી દસ ટકા એટલે કે ૩૩ લાખ લોકો તમાકુના ધુમ્રપાનથી મૃત્યુને ભેટે છે. દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં ખૂનથી 40 ગણા, આત્મહત્યાથી 30 ગણા અને ડાયાબિટીસથી 18 ઘણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે.

Most Popular

To Top