SURAT

વેંચુરા એરકનેક્ટનાં એરક્રાફ્ટના ટાયરની ફરી હવા નીકળી, કંપનીએ કરી આ સ્પષ્ટતા

સુરત: (Surat) અમદાવાદથી સુરત આવી રહેલી વેન્ચુરા એરકનેક્ટની (Ventura Airconnect) ફ્લાઈટના (Flight) એરક્રાફ્ટના ટાયરની સોમવારે સવારે ફરી હવા નીકળી જતાં એરપોર્ટ (Airport) પર જ વિમાનને સેફ લેન્ડિંગ કરાવી સાઈડ ટ્રેક કરી હવા ભરવામાં આવી હતી. એને લીધે દિલ્હીથી આવી રહેલી ફ્લાઇટને થોડીક રાહ જોવી પડી હતી. વેંચુરા એરકનેક્ટનાં વિમાનની હવા નીકળી જવાનો એક સપ્તાહમાં આ બીજો બનાવ બન્યો છે. ગયા સપ્તાહે ટાયર બર્સ્ટની ઘટના બનતા DGCA દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સોશ્યલ મીડિયામાં રમૂજ ફેલાઈ છે કે સુરત એરપોર્ટ પર હવે વિમાનના ટાયરની હવા ભરનાર અને પંક્ચર સાધનાર પણ મુકવો પડશે.

વેંચુરા એરકનેક્ટે કરી સ્પષ્ટતા
વેંચુરા એરકનેક્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પખવાડિયામાં બે વાર નવા ખરીદેલા વિમાનની હવા નીકળી જવાની ખામી દયાને આવી છે. વિમાન મેન્યુફેક્ચર્સ કંપનીને જાણ કરી છે. અમે તમારા ધ્યાન પર લાવવા માંગીએ છીએ કે અમે આજે સવારે સુરત એરપોર્ટ પર ફ્લેટ ટાયર જોયા છે. કોઈપણ અસ્પષ્ટતા અથવા ગેરસમજને ટાળવા માટે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તે ટાયર સળગતું ન હતું અથવા ટાયરમાં બ્લાસ્ટ થયો નથી પરંતુ તે માત્ર ફ્લેટ થઈ ગયું હતું. ટાયરમાંથી ધીમે ધીમે હવા નિકળતા તે ફ્લેટ થયું હતું. વિમાનમાં 5 મુસાફરો સવાર હતા. ક્રૂ મેમ્બર સહિત કોઈને ઈજા થઈ નથી. અમે 2011થી એરક્રાફ્ટનું સંચાલન કરીએ છીએ અને છેલ્લા 13 વર્ષોમાં ક્યારેય આવી પરિસ્થિતિ આવી નથી પરંતુ ફ્લેટ ટાયરની સમસ્યા એ એરક્રાફ્ટના નવા મોડલ એટલે કે કારાવાન EX પર એક પખવાડિયામાં બે વાર બની છે.

કંપનીએ જણાવ્યં કે વેન્ચુરામાં સલામતી અત્યંત મહત્વની છે અને અમે ઉત્પાદક તેમજ અન્ય ટેકનિકલ નિષ્ણાતો સમક્ષ અમારી ચિંતાઓ પહેલાથી જ રજૂ કરી છે જેથી કરીને અમે મૂળ કારણ સુધી પહોંચી શકીએ. એટલું જ નહીં ભવિષ્યમાં સમાન પુનરાવર્તનને ટાળી શકીએ. 15 દિવસ પહેલા આવી જ સ્થિતિ સર્જાયા બાદ અમે ઉત્પાદકની માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત નિયમો અનુસાર માત્ર 14 દિવસ પહેલા ટાયર બદલ્યું છે.

અમારી આંતરિક તપાસના આધારે અમે કેટલાક શંકાસ્પદ વિસ્તારોનું અવલોકન કર્યું છે જ્યાં અમે ઉત્પાદક સાથે સંપૂર્ણ વિશ્લેષણ શરૂ કર્યું છે. એરક્રાફ્ટના જૂના અને નવા સંસ્કરણ વચ્ચેના ટાયરના કદમાં તફાવત છે જે એક કારણ હોઈ શકે છે. અમે પાછલા 13 વર્ષના રેકોર્ડ મુજબ સલામતીમાં કોઈ બાંધછોડ કર્યા વિના નજીકના ભવિષ્યમાં સમસ્યાનો ઉકેલ લાવીશું.

Most Popular

To Top