કોરોનાના રિકવરી રેટમાં સુરત આટલા ટકા સાથે દેશમાં અવ્વલ

સુરત: કોરોનાના રિકવરી રેટમાં (Recovery Rate) સુરત 93 ટકા સાથે દેશમાં અવ્વલ નંબરે (Number One) આવી ગયું છે. મંગળવારે મનપાની મળેલી સામાન્ય સભામાં મનપા કમિશનરે કોવિડની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કામગીરીમાં સુરત શહેરે નવા સીમાચિહ્નરૂપી કામો કર્યાં છે. સુરતમાં મુંબઈ કરતાં પણ વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જુલાઈ માસમાં રિકવરી રેટ 67 ટકા હતો અને હાલમાં રિકવરી રેટ 93.1 ટકા છે.

કોરોનાના રિકવરી રેટમાં સુરત આટલા ટકા સાથે દેશમાં અવ્વલ

જુલાઈ માસમાં 10 લાખ વસતીએ 136 ટેસ્ટ થતા હતા અને હવે ઓક્ટોબર માસમાં 10 લાખની વસતીએ 2764 ટેસ્ટ કરવામાં આવે છે. જુલાઈ માસમાં શહેરમાં એક્ટિવ કેસ 31 ટકા હતા અને હાલમાં 4.6 ટકા જ એક્ટિવ કેસ છે. આજના દિવસે માત્ર 1210 લોકો જ કોરોના એક્ટિવ દર્દી છે. તેમજ માત્ર 2 લોકો જ ઓક્સિજન પર છે. શહેરમાં દરરોજ નોંધાતા પોઝિટિવ દર્દી ભલે વધારે આવતા હોય, પરંતુ તેનું કારણ ટેસ્ટિંગનું પ્રમાણ વધુ છે.

શહેરમાં 182થી વધુ સ્થળો પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. વધુ ટેસ્ટ કરવાથી સંક્રમણ જલદી શોધીને અટકાવી શકાય છે અને લોકો પણ જલદી ડિટેક્ટ થઈને સાજા થઈ રહ્યા છે. પહેલા કેસ ગ્રોથ રેશિયો 5થી 6 ટકા હતો. જે હવે ઘટીને 1 ટકાથી પણ નીચે આવી શકે. તેમજ પહેલા મૃત્યુદર 4.5 ટકા હતો જે ઘટીને 2 ટકા પર આવી ગયો છે. અને જુલાઈ માસમાં રિકવરી રેટ 67 ટકા હતો અને હાલમાં રિકવરી રેટ 93.1 ટકા છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દર મહિને દરેક વ્યક્તિએ એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ. પહેલા 104 હેલ્પલાઈન પર દરરોજના 100થી 120 કોલ આવતા હતા. જે હવે ઘટીને 12 થઈ ગયા છે. માત્ર સુરત શહેર એવું છે કે, જેણે આઈએમએ સાથે 36 વાર મીટિંગ કરીને કોવિડ અંગે માર્ગદર્શન લીધું છે.

કોરોનાના રિકવરી રેટમાં સુરત આટલા ટકા સાથે દેશમાં અવ્વલ

દરરોજ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતો નથી

Surat) મંગળવારે શહેરમાં વધુ 163 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને પોઝિટિવ દર્દીનો કુલ આંક 26,141 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 724 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ 193 દર્દીઓ સાજા (Recover) થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 24248 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ (Recovery Rate) 92.8 ટકા પર પહોંચ્યો છે.

હાલમાં શહેરમાં એકટીવ કેસની (Active Case) સંખ્યા 1893 છે. શહેરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારાયું છે. જેના કારણે વધુ ને વધુ પોઝિટિવ દર્દીઓ ડિટેક્ટ કરી તેઓને સાજા કરવામાં આવી રહ્યા છે. જેથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને રીકવરી રેટ વધી રહ્યો છે. મંગળવારે શહેરમાં વધુ 163 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને પોઝિટિવ દર્દીનો કુલ આંક 26,141 પર પહોંચ્યો છે.

Related Posts