SURAT

સુરતના રત્નકલાકારે ‘જીવનથી કંટાળી ગયો છુ, પરિવારનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કર્યું

સુરત : પૂણાગામમાં રહેતા રત્નકલાકારે (Jewelers) જીવનથી કંટાળી ગયો હોય પરિવારનું (Family) ધ્યાન રાખજો, તેવી સ્યુસાઇડ નોટ (Suiside Note) લખી તેના માસાને વોટ્સએપ (Whats App) ઉપર મેસેજ (Message) કરી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ પૂણાગામ વિસ્તારમાં આવેલા સમજુબા સોસાયટીમાં રહેતા ભાવિક ખોડાભાઇ પટેલ (ઉ.વ.20) હીરા મજૂરીનું કામ કરી પરિવાર સાથે રહે છે. ભાવિકે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે ખાનગી બાદ સ્મીમેર હોસ્પિટલ લઇ જવાતા બપોર બાદ તેનું મોત થયું હતું. પૂણા પોલીસના જણાવ્યા અનુસાર ભાવિકે આત્મહત્યા કરતા પહેલા તેના માસાને વ્હોટ્સપ પર સોસાયટી નોટ લખી હતી. જેમાં તેણે ‘જિંદગીથી કંટાળી ગયો હોવાથી હું આ પગલું ભરૂ છું, આ પગલું કોઇના દબાણમાં ભરતો નથી, મારે કોઈ પાસે લેતી-દેતી નથી, મારી અલખધામ જવાની માનતા નાળિયેર વધેરીને પૂરી કરજો, મારો પગાર લઈ આવજો અને મારા ગયા પાછળ સુખી જીવજો’ એવું લખ્યું હતું. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

અંકલેશ્વરના જીતાલી ગામ નજીક બે બાઇક સામસામે ભટકાતાં એક યુવાનનું મોત
ભરૂચ: અંકલેશ્વરના સેંગપુરના ખાડીપાર ફળિયામાં રહેતા ચંદ્રેસિંહ બાલુ વસાવાનો નાનો ભાઈ 24 વર્ષીય બળદેવ વસાવા પોતાની પલ્સર બાઈક નં.(જી.જે. 16. ડી.બી.9885) લઈ પોતાના કાકાની છોકરીને લેવા માટે જીતાલી ખાતે જઈ રહ્યો હતો. દરમિયાન પીપરોડ ગામના પાટિયાથી થોડે આગળ જીતાલી માર્ગ ઉપર સામેથી રોગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલી બાઈક નં.(જી.જે. 06. બી.એન.3815)ના ચાલકે બળદેવ વસાવાની બાઈક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર ત્રણેય યુવાનને ઇજા પહોંચી હતી. ઇજાને પગલે બળદેવ વસાવાને અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલોદની કંપનીમાં પતરાંના શેડ પરથી પટકાયેલા શ્રમજીવી યુવાનનું મોત
હથોડા: પાલોદ ગામની હદમાં આવેલી હિમસન કંપનીમાં પતરાંના શેડ ઉપર ચડી ડામર પટ્ટા લગાવવાનું શ્રમજીવી યુવાન કામ કરતો હતો. ત્યારે સિમેન્ટનું પતરું તૂટતાં ૨૨ ફૂટની ઊંચાઇએથી પટકાયેલા શ્રમજીવી યુવાનને ગંભીર ઇજા થતાં સુરત સારવાર માટે ખસેડતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. કોસંબાના ઇન્દિરાનગર ખાતે રહેતો શ્રમજીવી યુવાન મુસ્તાક અસલમ શેખ (ઉં.વ.20) મંગળવારે પાલોદની હદમાં આવેલી હિમસન એન્જિનિયરિંગ કંપનીમાં પતરાંના શેડ ઉપર ચડીને પતરાં ઉપર ડામર પટ્ટા લગાવવાનું કામ કરતો હતો. ત્યારે અચાનક સિમેન્ટનું પતરું તૂટી જતાં યુવાન ૨૨ ફૂટની ઊંચાઇએ પતરાંના શેડ પરથી જમીન પર પટકાતાં શ્રમજીવી યુવાન મુસ્તાકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સુરતના પુણા ગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતાં નજીવી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલીનભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top