SURAT

સરથાણાના રત્નકલાકારે પરિવાર સાથે આપઘાત કરી લેતા સુરતના હીરા ઉદ્યોગમાં ચકચાર

સુરત: (Surat) સુરતમાં સરથાણા વિસ્તારમાં રત્નકલાકારે (Diamond Worker) પરિવાર સાથે સામુહિક આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર હીરા ઉદ્યોગમાં (Diamond Industries) શોકની લહેર વ્યાપી ગઈ છે. યોગીચોક વિસ્તારમાં રહેતા વિનુ મોરડિયા અને તેમના જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટલ (Hotel) ની પાસે ઝેરી દવા પી લીધી હતી. આર્થિક તંગીને કારણે તેમણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પરિવારમાં કુલ 6 સભ્યો હતા જેમાંથી ચારના મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર ઝેરી દવા પી લીધા બાદ વિનુ ભાઈએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારો એક દીકરો અને દીકરી ઘરે છે, તેની સંભાળ રાખજો. આ ઘટના બાદ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. બીજી તરફ સુરત ડાયમંડ ઉદ્યોગમાં પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના રહેવાસી 50 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 47 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 17 વર્ષીય પુત્ર ક્રિશ અને 25 વર્ષીય પુત્રી સેનિતા બધાએ જ ઘરેથી થોડીક દૂર જઈ એકસાથે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. જોકે વિનુભાઈના બે સંતાન આ દુર્ઘટનાથી દૂર રહ્યાં હતાં. તેમના ચાર સંતાન છે જેમાંથી બે સંતાનો હાલ ઘરે છે અને દુર્ઘટના સમયે તેઓ પરિવાર સાથે ન હતા. મોટો દીકરો મિત્રની સાથે ગયો હતો અને એક દીકરી માસીના ઘરે ગઈ હતી.

બીજી તરફ ઘટનાની જાણ થતા ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં (Hostipal) ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ટૂંકી સારવાર બાદ ચારેયના મોત થયા હતા. જણાવી દઈએ કે આપઘાત પહેલાં રત્નાકલાકારે વીડિયોરૂપી સુસાઇડ રેકોર્ડ કરી હતી, જેમાં તે બોલે છે કે હું સારો પતિ, પુત્ર કે પતિ ન બની શક્યો. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીની સંભાળ રાખજે. મળતી માહિતી મુજબ હાલ આર્થિક સંકડામણને કારણે વિનુ મોરડિયાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ વધુ તથ્યો સામે આવી શકે તેમ છે.

Most Popular

To Top