SURAT

સુરત: પતિએ 10 મિનીટ બાદ મોબાઇલનું રિચાર્જ કરી આપવાનું કહેતા પત્નીએ આપઘાત કરી લીધો

સુરત: (Surat) કાપોદ્રામાં શ્રમજીવીની પત્નીએ મોબાઈલ ઇન્ટરનેટ ડેટાનું (Mobile Internet Data) રિચાર્જ પુર્ણ થઇ જતા પતિને ફોન (Phone) કરીને રિચાર્જ (Recharge) કરાવવાનું કહ્યું હતું. જેમાં પતિએ 10 મિનીટ બાદ રિચાર્જ કરાવી આપવાનું કહેતા પત્નીએ આપઘાત કરી લીધો હતો. નંદનીએ સોમવારે સાંજના સમયે પોતાના ઘરે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે પતિએ 10 મીનીટ બાદ રિચાર્જ પણ કરી દીધું હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.

  • પતિએ 10 મિનીટ બાદ મોબાઇલનું રિચાર્જ કરી આપવાનું કહેતા પત્નીનો આપઘાત
  • કાપોદ્રા કૃષ્ણનગર વસાહતમાં રહેતી શ્રમજીવી પરિવારની નંદનીએ ફાંસો ખાઇ લીધો
  • નંદનીએ ત્રણ વર્ષ પહેલા પણ વતન ઉત્તર પ્રદેશમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ કાપોદ્રા કૃષ્ણનગર વસાહતમાં રહેતા દશમભાઈ પ્રજાપતિ એમ્બ્રોઇડરી કારખાનામાં મજૂરીકામ કરતા હતા દરમિયાન તેની પત્ની નંદની (ઉ.વ.24)એ સોમવારે સાંજના સમયે પોતાના ઘરે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

આ અંગે પતિ દશમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નંદનીએ ત્રણ વર્ષ પહેલા પણ વતન ઉત્તર પ્રદેશમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે તામસી સ્વભાવની હતી. સોમવારે ત્રણ વાગ્યાના અરસામાં નંદનીનું મોબાઇલ રિચાર્જ પૂરું થઈ જતા તેણે રિચાર્જ કરાવવા પતિને કહ્યું હતું, 10 મીનીટ બાદ પતિએ રિચાર્જ કરવાનું કહીને રિચાર્જ પણ કરી આપ્યું હતું. જોકે નંદનીએ આ પગલું ભરી લીધું હતું. વધુમાં મૃતકને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top