તા. 10.06.25ના ‘ગુજરાતમિત્ર’માં એરપોર્ટ પર સેફ લેન્ડિંગ માટેનો વિસ્તારપૂર્વક રીપોર્ટ છપાયો છે. તે ખૂબ જ યોગ્ય છે. સુરતના પ્રબુદ્ધ જાગૃતિ નાગરિકોના જૂથે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. તેના પર ન્યાય મળવો જ જોઈએ. સુરતી જનતાએ આ માટે જાગૃત થવું જ પડશે. બિલ્ડરોનો સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની જમીન પચાવવાનો ઈરાદો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી. સુરત એરપોર્ટ અધિકારીઓ કેમ ચૂપ છે તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી છે.
અગાઉ પણ એરપોર્ટને 24 કલાક ધમધમતું કરવા માટે વિસ્તારપૂર્વક રીપોર્ટ છપાયો છે પણ હજુ રાત્રી વિમાનોને લેન્ડ કરવા સમય નથી. શહેરોની અવરજવર માટે વધુ વિમાનોની ફાળવણી થવી જ જોઈએ. 24 કલાક ધમધમતું એરપોર્ટ થવું જ જોઈએ. જેથી ભવિષ્યમાં વિદેશનાં વિમાનો પણ રાત્રીના સમયે આવી શકે. સરકારી અધિકારીઓએ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ફલાઈટો સુરતથી ફુલ જાય છે. સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો આ પ્રગતિ માટે અન્યાય કેમ? આશા રાખીએ છીએ કે આવનાર ટૂંક સમયમાં જ આ એરપોર્ટ 24 કલાક ધમધમતું થાય.
સુરત – ચેતન અમીન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘‘ONLINE’’ પેમેન્ટ બાબતે
આજના આધુનિક યુગમાં ખેડૂતો/ વેપારીઓ ‘‘ONLINE’’ પેમેન્ટ લેતા હોય છે. ખાસ તો સિઝનલ વસ્તુઓનું ધ્યાન દોરવાનું કે કોઈ પણ તમારી પાસે ગમે તે પ્રકારે ઓર્ડર નોંધાવે ત્યારે સરનામાની ખરાઈ કરવી અને ડિલીવરી કરનાર વ્યક્તિ બીલ પ્રમાણે પેમેન્ટ માંગે નહીં, ત્યાં સુધી માલની ડિલીવરી આપવી નહીં. ONLINE PAYMENT – લેતાં હોય તે દુકાનદારે પૈસા જમા મળે પછી જ ડીલવરી અપાવવી. આજના સમયમાં છેતરામણીનાં કિસ્સાઓ વધવા માંડયા છે. એટલે ‘‘ચેતતો નર સદા સુખી.’’
સુરત – જે. કે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.