સુરત: સુરતમાં તાપી નદીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા તેમજ તાપી શુધ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નદીમાં કોઈ પણ મુર્તિના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં છેલ્લા 3 વર્ષથી તાપી નદીમાં કોઈ પણ મુર્તિનું વિસર્જન કરવામા આવી રહ્યું નથી. જે માટે મનપા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આ વર્ષે મનપા દ્વારા શહેરમાં કુલ 18 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. નવ ઝોનમાં મળીને કુલ 18 તળાવો બનાવાશે જે માટે મનપાએ કુલ 192 વાહનોનો ઉપયોગ કર્યો છે.
દર વર્ષે મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે અને તળાવોમાં મુર્તિઓનું વિસર્જન કરી મનપા દ્વારા આ મુર્તિઓને દરિયામાં વિસર્જીત કરવામાં આવે છે. મનપા દ્વારા મુર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવે છે તેમ છતા ઘણા લોકો મુર્તિઓને કેનાલમાં કે ખાડી પાસે મુકી જતા હોય છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય છે. જેથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શહેરીજનો કૃત્રિમ તળાવમાં જ મુર્તિઓના વિસર્જન માટે જાય.
- કયા ઝોનમાં કેટલા તળાવો બનશે
- ઝોન તળાવની સંખ્યા
- વરાછા 3
- અઠવા 3
- રાંદેર 3
- કતારગામ 4
- ઉધના 3
- સેન્ટ્રલ 1
- લિંબાયત 1
- કુલ 18