SURAT

યુવતીના ઘરે જઈ પિતાને આપી ધમકી: તારી છોકરી મારી પાસે મોકલી આપ નહીંતર જાનથી મારી નાંખીશ

સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતા રત્નકલાકારની (Diamond Worker) દિકરીને છેલ્લા ત્રણ વર્ષથી ઉત્રાણમાં રહેતો યુવક પરેશાન કરતો હતો. એકતરફી પ્રેમમાં (Love) યુવકે યુવતીના પિતાને ફોન કરીને તારી છોકરીને મારી પાસે મોકલી આપ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી (Threat) આપી હતી. અંતે તેને યુવતીના ઘરે જઈને તેના પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  • તારી છોકરી મારી પાસે મોકલી આપ નહીતર જાનથી મારી નાખીશ
  • યુવતીના પિતાને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી ઘરે આવી માર મારી ગયો
  • એકતરફી પ્રેમમાં પાગલ યુવક ત્રણ વર્ષથી યુવતીને પરેશાન કરે છે

મોટા વરાછા ખાતે રહેતા રત્નકલાકારને સંતાનમાં એક મોટી દિકરી 25 વર્ષની અને દિકરો 21 વર્ષનો છે. તેમની દિકરી બારડોલી ખાતે આવેલી કોલેજમાં સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ત્રણેક વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે કૌશીક અશોક ગોટી (રહે.આદિત્ય પેલેસ, ઉત્રાણ) વારંવાર તેને ફોન કરીને તથા મેસેજ કરતો હતો. અને મારી સાથે વાતચીત કર મારે લગ્ન કરવા છે તેમ કહીને ફોન કરતો હતો. જેથી યુવતીએ મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો.

કૌશીકે ક્યાંકથી યુવતીના પિતાનો નંબર મેળવી લીધો હતો. અને તેમને ફોન કરીને મને તમારી છોકરી સાથે વાત કરાવો તેમ કહેતો હતો. પરંતુ પિતાએ ના પાડી તો અવાર નવાર ફોન કરીને ગાળો આપતો હતો. અને તમારી છોકરીને મારી પાસે મોકલી આપ નહિતર હુ તમને મારી નાખીશ તેવી ફોનમાં ધમકી આપતો હતો. ગત 9 જુને તે લોખંડનો સળીયો લઈને ઘરે આવી ગયો હતો. અને મને તારી છોકરી આપી દે નહીતર બધાને શાંતીથી જીવવા નહી દઉ તેમ કહીને ગાળો આપતો હતો. બાદમાં યુવતીને પિતાને માર મારી બધાને જાનથી મારી નાખીશ તેની ધમકી આપી જતો રહ્યો હતો. ઉત્રાણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top