કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ બેલીમનું નિધન: એહમદ પટેલ બાદ ઇકબાલભાઈના નિધનથી શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિમ્બાયત વોર્ડમાં સતત બે ટર્મથી ચૂંટાતા નગર સેવક (Corporator) અને સમાજના અગ્રણી ઇકબાલ બેલીમનું (Ikbal Belim) કેન્સરની ટૂંકી સારવાર પછી આજે તેમના નિવાસ્થાને નિધન થયું છે. તેમના જનાજાને અવ્વલ મંઝિલે બુધવારે સાંજે 07:00 કલાકે મારુતિ નગર લીંબાયત ખાતેના નિવાસસ્થાને થી લઇ જવાશે. તઓ વોર્ડ નં. 24 લીંબાયત-ઉધના યાર્ડના કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષના દંડક હતાં. તેમના નિધન સાથેજ બુધવારે કોંગ્રેસના બે નેતાઓનું એક સાથે નિધન થવાથી શહેર કોંગ્રેસમાં ભારે શોક છવાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ એહમદભાઈ પટેલ અને ઇકબાલભાઈ બેલીમના નિધન બદલ દુખની લાગણી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ બેલીમનું નિધન: એહમદ પટેલ બાદ ઇકબાલભાઈના નિધનથી શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ

આ અંગે ગુજરાતમિત્ર સાથે વાતચીત કરતા સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મેયર કદીરભાઈ પીરઝાદાએ જણાવ્યું હતું કે, એહમદ ભાઈ જેવા ભારતના આટલા મોટા લીડર, પનોતા પુત્ર જેઓએ 45 વર્ષ સુધી જાહેર જીવનમાં કામ કર્યું છે તેઓને કદી ભૂલી શકાશે નહીં. તેઓ એઆઈસીસીના સેક્રેટરી, રાજીવ ગાંધીના સંસંદીય સચીવ, સોનિયાગાંધીના સલાહકાર હતા. વખતો વખત ખૂબ સામાજિક કાર્યો તેમણે કર્યા હતા. તેઓએ હમેશા ગુજરાતના પ્રાણ પ્રશ્નોને દિલ્હીમાં વાચા આપી. કોંગ્રેસને ન પુરાય એવી ખોટ પડી છે. કદીરભાઈએ જણાવ્યું કે બીજી તરફ સુરતના કોંગ્રેસના કોર્પોરેટર અને દંડક ઇકબાલ ભાઈ બેલીમે સામાન્ય લોકો સાથે રહી ગ્રાસ રૂટ લેવલ પર ખૂબ જ સારૂ કામ કર્યું છે. સામાન્ય લોકોની સેવામાં તેઓ હમેશા હાજર રહેતા હતા. આ બંને નેતાઓની ખોટ કોંગ્રેસને હમેશા રહેશે.

કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ બેલીમનું નિધન: એહમદ પટેલ બાદ ઇકબાલભાઈના નિધનથી શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ

હંમેશા પરદા પાછળ રહી કોંગ્રેસને રાજકીય સંકટોથી બહાર લાવનાર અહેમદ પટેલનું નિધન

ગાંધીનગર: ખરેખર કોંગ્રેસ પાર્ટીને અહેમદ પટેલનાં નિધનથી ખૂબ જ મોટી ખોટ પડવાની છે. અહમદ પટેલનું નિધન કોંગ્રેસ માટે એક ઝટકો છે તેવું કહી શકાય છે કારણ કે જેવી રીતે ભાજપ પક્ષનાં ચાણક્ય અમિત શાહ માનવામાં આવે છે તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીનાં ચાણક્ય તરીકે અહેમદ પટેલને માનવામાં આવતા હતાં. અહેમદ પટેલની રાજનૈતિક સફર કોંગ્રેસથી શરૂ અને કોંગ્રેસથી જ સમાપ્ત થઈ છે. જેમણે કોંગ્રેસ પાર્ટીનાં એક મહત્વનાં પાયા તરીકે કાર્ય કર્યું છે અને પાર્ટી માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા, કોંગ્રેસ હોય કે સોનિયા ગાંધી અહેમદ પટેલે હંમેશા પરદાનાં પાછળ રહીને તમામ રાજનૈતિક સંકટોથી બહાર લાવતા હતાં.

તેમણે પોતાના રાજનૈતિક કારકિર્દીની શરૂઆથ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી અને ત્યાર બાદ તેઓ પંચાયતનાં સભાપતિ પણ બન્યા હતાં. કોંગ્રેસમાં તેમની એન્ટ્રી બાદ તેઓ ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે કટોકટી બાદ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 1977ની સામાન્ય ચૂંટણીમાં હાર્યા હતા પરંતુ આ જ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતીને આવ્યા હતા અને પ્રથમ વખત લોકસભામાં આવ્યા હતા. તેઓ 1977, 1980 અને 1987 એમ ત્રણ વખત લોકસભા સાંસદ રહ્યા અને 1993, 1999, 2005, 2011 અને 2017 એમ પાંચ વખત રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા હતાં.

Related Posts