અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

સુરત (Surat) : સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ સાજા થયા તેમજ કોરોનાને લઇને સિવિલ હોસ્પિટલની કામગીરી બાબતે હોસ્પિટલના ડીનએ હકારાત્મક માહિતીઓ આપી હતી પરંતુ સિવિલ હોસ્પિટલની લાલીયાવાડી બાબતે પૂંછાયેલા પ્રશ્નોના જવાબ આપવામાં ડીને કાચું કાપ્યું હતું અને પોતે જ ગૂંચવાઇ ઉઠ્યા હતા.શહેરમાં કોરોનાની શરૂઆત થયા બાદ ધીમે ધીમે કેસો વધતા ગયા અને અચાનક જ કોરોનાએ અજગરી ભરડો લઇને સમગ્ર શહેરને પોતાના પંજામાં લઇ લીધું હતું.

અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરીને સારવાર કરવામાં આવતી હતી. ચાર મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા જે જે કામગીરી કરવામાં આવી તે અંગે પ્રેઝન્ટેશન મારફતે માહિતી રજૂ થઇ હતી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 10946 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જેમાંથી 76.7 ટકા દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચી શક્યા છે. જો કે, હોસ્પિટલમાં મૃત્યુઆંક વિશે તેમજ હોસ્પિટલમાં હાજર દવાના સ્ટોક વિશે ડીનને સવાલો પુછવામાં આવતા ડીન પણ ગુંચવાઇ ગયા હતા અને તેઓએ સાંજના સમયે જવાબ આપશે તેમ કહીને વાતને ટાળી દીધી હતી.

અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

આ ઉપરાંત ડીન પત્રકાર પરિષદમાં દર્દીઓની જાણકારી મળી રહે માટેની યોગ્ય વ્યવસ્થા, બાયમેટ્રીક હાજરી સિસ્ટમ, ઓનલાઇન કેમેરા મુકીને ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ ઉપર નિયંત્રણ, બાયોમેડીકલ વેસ્ટના નિકાલ કરવા માટેની વ્યવસ્થા સહિતની માહિતીઓ આપી હતી. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના માનસિક મનોબળ મજબુત કરવા માટે કાઉન્સેલરો તેમજ તેઓને પુસ્તકો આપીને કોરોનાને માત આપવા માટે ડોક્ટરી ટીમ રાત-દિવસ મહેનત કરી રહી હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. આ ઉપરાંત કોરોના સંક્રમણ નહીં થાય તે માટે સાફ-સફાઇના નવા સંશાધનો ખરીદવામાં આવ્યા હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.બોક્ષ—

અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

આગામી બે દિવસમાં એક હજાર બેડની હોસ્પિટલ તૈયાર થઇ જશે

અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

ડીન જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, સ્ટેમસેલ બિલ્ડીંગનું કામ હાલમાં પુર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં આશરે ઓક્સિજન સાથેની 1000 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત આઇસીયુમાં 160 બેડ, પીડિયાટ્રીક માટે 20 બેડ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો યોગ્ય માત્રામાં મળી રહે તે માટે 17 હજાર લિક્વીડ ઓક્સિજનની ટેંક પણ ઇન્સ્ટોલ કરી દેવાઇ છે. આગામી બે દિવસમાં આ હોસ્પિટલ કાર્યરત થઇ જશે.– 98 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા જેમાંથી 166 લોકોને ફાયદો થયો

અત્યાર સુધીમાં કોરોનાથી કેટલા મોત થયા તે સિવિલના ડીનને પણ ખબર નથી..!

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 98 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. એક પ્લાઝમામાંથી બે યુનિટ તૈયાર થાય છે એટલે કે અત્યાર સુધીમાં 188 યુનિટ પ્લાઝમા એકત્ર થયુ હતુ. જેમાંથી સિવિલમાં દાખલ 100 દર્દીઓ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના 88 લોકોને પ્લાઝમા આપવામાં આવ્યું હતું. જેમાંથી 166 દર્દીઓને ફાયદો થયો છે.

Related Posts