SURAT

વતનમાં બહેને આત્મહત્યા કરતા ભાઈએ પણ મોત વ્હાલું કર્યું, સુરતના આ વિસ્તારની ઘટના

સુરત: (Surat) ઉનપાટીયા વિસ્તારમાં રહેતી બહેનના ઘરે મહિના અગાઉ બિહારથી આવેલા 17 વર્ષિય સગીરે આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આપઘાત પાછળનું એવું કારણ સામે આવ્યું હતું કે, વતનમાં સગીરની બહેને (Sister) 10 દિવસ પહેલા આપઘાત કરી લીધો હોય માનસિક તણાવમાં (Mental Stress) તેણે આવું પગલું ભરી લીધું હતું.

  • દસ જ દિવસમાં ઉનપાટિયાના ભાઈ બહેનની આત્મહત્યા
  • વતનમાં સગીરની બહેને 10 દિવસ પહેલા આપઘાત કર્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારનો વતની મોહંમદ ખુશનુર અંશારી મહિના અગાઉ જ ઉન પાટિયાના તિરૂપતિનગર સોસાયટીમાં બેન-બનેવીને ત્યાં રહેવા માટે આવ્યો હતો. જ્યાં આજે તેણે સવારના સમયે ગળે ફાંસો ખાઇ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મોહંમદ ખુસનુરની બહેને 10 દિવસ પહેલા જ બિહારમાં આત્મહત્યા કરી લીધી હતી. બેનના નિધનને પગલે હતાશામાં આવી માનસિક તણાવ અનુભવતા મોહંમદ ખુશનુરે આવું પગલું ભર્યું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

એમએસસી ભણવા પરિવારથી દૂર ખેડા જવાનું હોવાથી રાંદેરના વિદ્યાર્થીનો આપઘાત
સુરત: રાંદેરમાં રહેતા બીએસસીના વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવવા માટે પરિવાર ખેડા જિલ્લામાં મોકલવાની તૈયારી કરી રહ્યો હોય એવામાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થી એકપણ દિવસ પરિવારથી અલગ રહ્યો ન હોય ને અભ્યાસ માટે વિખૂટા પડવાના ભયમાં તેણે પગલું ભરી લીધું હોય તેવું પરિવારનું કહેવું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર રાંદેરની આરીફ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઈ ગાંગળવાળા શિક્ષક હતા ને હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તેમના બે પુત્રોમાં જેમાં મોટો પુત્ર બેંકમાં નોકરી કરે છે જ્યારે નાનો આત્મીય (ઉ.વ.22)એ હાલમાં જ બીએસસીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. પરિવારજનો તેને ખેડા જિલ્લામાં એમએસસીના અભ્યાસ કરાવવાનું વિચારી રહ્યા હતા અને તેના એડમીશનની પ્રક્રિયા પણ થઇ ગઇ હતી. દરમિયાન બે દિવસ બાદ આત્મીય ખેડા જવાનો હતો અને ગઇકાલે મોડી સાંજે તેણે ફાંસો ખાઇ લીધો હતો.

આત્મીયના આપઘાત અંગે પોલીસે જણાવ્યું હતું કે, આત્મીય સુરતમાં રહીને જ અત્યારસુધી અભ્યાસ કર્યો હતો. પરિવારથી દૂર જઇને અભ્યાસ કરવાની વાત આવતા તેણે આવું પગલું ભરી લીધું હોવાનું પરિવારનું કહેવું છે. બનાવ અંગે રાંદેર પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top