સુરતમાં રાજસ્થાની પરિણીતાએ બે બાળકોને રમતા રાખી બેડરૂમમાં ફાંસો ખાધો

સુરત: (Surat) ભટારમાં રહેતી મહિલાએ પતિની ગેરહાજરીમાં બે બાળકોને રમતા મુકીને ફાંસો (Suicide) ખાઇ લીધો હતો, બાળકોએ માતાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા અન્ય સભ્યોને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે (Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • પતિ બોમ્બે કામઘંઘા અર્થે ગયો હતો અને પરિણીતાએ જીવન ટુંકાવી લીધું
  • સુરતથી તેમની પત્નીની આત્મહત્યાનો ફોન આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ ભટાર રોડ પર વૈશાલી એપાર્ટમેન્ટમાં આઠમાં માળે રહેતા આશિષ જૈન હાલ ડ્રાઇફ્રુટના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ કામઅર્થે મુંબઇ ગયા હતા ત્યારે તેમની પત્ની સોનલબેનએ ઘરે ફાંસો ખાઇ લીધો હતો. આશિષભાઇ હજુ તો બોરીવલી પણ પહોંચ્યા ન હતા ત્યાં જ સુરતથી તેમની પત્નીની આત્મહત્યાનો ફોન આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આશિષભાઇ તાત્કાલીક સુરત આવ્યા હતા પરંતુ તે પહેલા તો તેમની પત્ની સોનલબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે આશિષભાઇ મુંબઇ ગયા ત્યારે સોનલબેન તેમના બે બાળકોને રમાડી રહી હતી. આ દરમિયાન સોનલબેનએ રૂમમાં જઇને ફાંસો ખાધો હતો. માતાને લટકેલી હાલતમાં જોતા જ એક પુત્ર નીચે સોનલબેનના સંબંધીઓને કહેવા માટે ગયો હતો. સોનલબેનનોસગો ભાઇ ઉપર આવી જતાં તેઓએ આશિષભાઇને ફોન કરીને જાણ કરી હતી. હાલ તો સોનલબેનએ કયા કારણોસર ફાંસો ખાધો તે અંગે કોઇ ચોક્કસ માહિતી મળી ન હતી.

ભાટપોર જીઆઇડીસીમાં હેવી પ્લેટ નીચે દબાતા વેલ્ડરનું મોત
સુરત: ભાટપોર ગામમાં રહેતો મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુવારક અંસારી મુળ બિહારનો વતની હતો. ભાટપોર જીઆઇડીસીમાં આવેલી હીરાલાલ હેવી એન્જિનિયરીંગ કંપની પ્રા.લિ.માં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો. મોહમ્મદ ઇરફાન આજે સવારે કંપનીમાં કામ કરતો હતો ત્યારે તેની પર ઉપરથી હેવી પ્લેટ પડી હતી. જેના કારણે તેને માથામાં, હાથ-પગે ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય કામદારોને જાણ થતા તેઓ ઇરફાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તબીબોએ ઇરફાનને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના સત્તાધીશોએ ઇચ્છાપોર પોલીસને જાણ કરતા પોલીસે હાલ અકસ્માત મોતની નોંઘ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top