સુરત સિવિલ બની રાજ્યની પ્રથમ હોસ્પિટલ જ્યાં રોબોટ આપશે કોરોનાનાં દર્દીઓને દવા

કોરોના સામેના જંગમાં ચીનમાં હોસ્પિટલમાં રોબોટની મદદ લેવામાં આવી રહી છે. જો કે આ બાબતમાં હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ પાછળ નથી. નવી સિવિલમાં કોરોનાના દર્દીઓને દવા-પાણી અને જમવા સહિતની સામગ્રીઓ રિમોટ ઓપરેટીંગ રોબોટીક ટ્રોલીમાં અપાશે. રોબોટીક ટ્રોલી ૨૦ કિલો વજન સાથે ૫૦ મીટરના અંતર સુધી ઓપરેટ થઈ શકશે.

સુરત નવી હોસ્પિટલમાં રોબોટીક ટ્રોલી સ્વાસ્થ્ય કર્મીની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપશે. મજુરાના સતત પ્રજાની સેવા માટે તત્પર રહેતા યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીની મદદથી એક કંપનીએ નવી સિવિલમાં આ રોબોટીક ટ્રોલી ભેટ કરી છે. આ રોબોટીક ટ્રોલી કોરોના પોઝિટીવ દર્દીઓને દવા, ભોજન, પાણી સહિતની ચીજો પહોંચાડવામાં આરોગ્ય કર્મચારીની મહત્વની ભૂમિકા ભજવશે. રીમોટ વડે ઓપરેટ થતી રોબોટીક ટ્રોલી એક સાથે ૨૦ કિલો વજન ઉંચકી શકે છે. અને દર્દીઓ સુધી જમવાનું, દવા અને પાણી પહોંચાડી શકે છે. રોબોટ ૫૦ મીટર સુધી ફરી શકે છે. કોરોના વાયરસ સામેના જંગમાં દેશમાં અનેક ભાગોમાં પણ સ્વાસ્થ્ય કર્મીઓના રક્ષણ માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સુરત નવી સિવિલ પ્રથમ હોસ્પિટલ છે જ્યાં કોરોનાના દર્દીઓ માટે રોબોટનો ઉપયોગ થશે.

સુરત સિવિલ બની રાજ્યની પ્રથમ હોસ્પિટલ જ્યાં રોબોટ આપશે કોરોનાનાં દર્દીઓને દવા

કર્મચારી ઓપરેટ કરતા થાય એટલે દરેક વોર્ડમાં રોબોટ આપશું
ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવી સિવિલમાં કોવિડ-19 આઈસોલેશન વોર્ડનાં દર્દીઓને દવાઓ આપવા માટે રોબોટીક ટ્રોલી દાન કરી છે. આ રોબોટ દર્દીઓ સુધી દવા, જમવાનું અને પાણી વગેરે ચીજો પહોંચાડી શકે છે. અત્યારે એક રોબોટીક ટ્રોલી આપી છે. જો કર્મચારીઓ તેને ઓપરેટ કરતા થઈ શકે તો દરેક વોર્ડમાં આ રોબોટીક ટ્રોલી અપાવશું.

આરોગ્ય કર્મચારીઓને સંક્રમણથી બચાવી શકાશે
ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યુત્ર હતું કે, આ રોબોટ સુરતની એક કંપનીએ બનાવ્યો છે. આના ઉપયોગથી આરોગ્ય કર્મચારીઓમાં કોરોનાનું નધતું સંક્રમણ રોકી શકાશે. અને એક જ વ્યક્તિ રિમોટના ઓપરેટ કરી દરેક પોઝિટીવ દર્દી સુધી દૂરથી દવા, પાણી અને જમવાની સામગ્રી આપી શકશે

Related Posts