SURAT

સુરતમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરે પોલીસના ત્રાસના કારણે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ગળા ઉપર બ્લેડ ફેરવી

સુરત: સુરત (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) ડેડબોડી લઇ જતા એમ્બ્યુલન્સ ડ્રાઇવર (Ambulance Driver) કોઇ મૃતકને ઓળખતો ન હોવા છતાં પણ પોલીસ (Police) દ્વારા બળજબરીથી ડ્રાઇવરને પંચ સાક્ષીમાં સહી કરવાનું કહેવાતાં ડ્રાઇવર કંટાળી ગયો હતો. આ ડ્રાઇવરે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ગળું કાપી આત્મહત્યાનો (Suiside) પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યા પહેલા ડ્રાઇવરે એક વિડીયો (Video) બનાવી વાયરલ કર્યો હતો અને એમ્બ્યુલન્સના માલિક વિજય તેમજ અન્ય પોલીસવાળાને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ એમ્બ્યુલન્સ હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા ઇમરાન ઇકબાલ નામના ડ્રાઇવરે શનિવારે સાંજના સમયે સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આત્મહત્યા પહેલાં ઇમરાને એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, હું માનસિક બીમાર વ્યક્તિ છે, મારી દવા પણ ચાલુ છે. તેમ છતાં ઘણી બધી ડેડબોડીમાં પોલીસવાળા દબાણ કરી મને સાક્ષી તરીકે સહી કરાવતા હતા. હાલમાં આઠથી દસ કેસમાં હું કોર્ટના ધક્કા ખાઇ રહ્યો છે. મારી પાસે પૈસા ન હોવા છતાં પણ મારે કોર્ટના ધક્કા ખાવા પડે છે. પોલીસવાળાની સાથે એમ્બ્યુલન્સના માલિક વિજયનું નામ પણ ઇમરાને લીધું હતું. ઇમરાન અને પોલીસના મેળાપીપણામાં પોલીસવાળા અનેક ડ્રાઇવરોને સાક્ષી તરીકે સહી કરાવી તેમને કોર્ટના ધક્કા ખવડાવવાનું શરૂ કરી દે છે. ઇમરાને વિડીયોમાં વધુ કહ્યું હતું કે, તેમની જેમ બીજા વ્યક્તિઓ ભોગ ન બને એ માટે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, અને આ આત્મહત્યા માટે પોલીસ તેમજ વિજય નામનો યુવક જવાબદાર છે. આ વિડીયો વાયરલ કરી ઇમરાને ગળા ઉપર ચપ્પુ ફેરવી ગળું કાપી નાંખી આત્મહત્યા કરી લીધી હતી. ગંભીર હાલતમાં ઇમરાનને ઇમરજન્સી વોર્ડમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે, ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો.

ગોડાદરાના જમાદારે ઇમરાનને પીએમ રૂમ પાસેથી જતો રહેવાનું કહ્યા બાદ ઇમરાન બ્લેડ લઈને આવ્યો હતો
બનાવ અંગે વરાછા પોલીસના જણાવ્યા પ્રમાણે ગોડાદરા પોલીસના જમાદારે એક ડેડબોડીના ઇન્વેસ્ટ પંચનામા માટે ઇમરાનને સાક્ષી તરીકે સહી કરવા માટે કહ્યું હતું. ત્યારે ઇમરાને જમાદારને કહ્યું કે, મારે પંચમાં રહેવું નથી, હું ઘણા બધા પંચમાં રહ્યો છું અને હાલમાં કોર્ટની મુદતો ભરી રહ્યો છું. મારે કોઇ જગ્યાએ સહી કરવી નથી. એ દરમિયાન જમાદારે ઇમરાનને કહ્યું કે, તમારે પોલીસને સહકાર આપવો ન હોય તો તમે પીએમ રૂમ પાસેથી જતા રહો. ત્યારબાદ ઇમરાન અને તેનો એક મિત્ર શાહનવાઝ ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેઓ બંને સલૂનની દુકાનમાંથી બ્લેડ લઇ આવ્યા હતા અને પીએમ રૂમ પાસે પહોંચ્યા કે ઇમરાન ગળાના ભાગે બ્લેડ મારતો મારતો દોડવા લાગ્યો હતો. લોકોએ ઇમરાનને પકડી લઇ તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી દીધો હતો.

Most Popular

To Top