SURAT

સુરતમાં અઢી વર્ષના બાળકની આંખે મોતિયો થયો

સુરત: (Surat) 10 હજાર જેટલાં બાળકો (Kid) પૈકી એકાદ બાળકમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની (Cataracts) બીમારીનું સુરતની જૂની સિવિલ (Civil) હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગોડાદરામાં રહેતા અઢી વર્ષના બાળકનું મોતિયાનું સફળ ઓપરેશન (Operation) કરી તેને નવી દૃષ્ટિ (Vision) આપવામાં આવી હતી. આ ઓપરેશનની બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે તો રૂ. 70થી 80 હજાર જેટલો ખર્ચ થાય તેવું ડોક્ટરોએ (Doctors) કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાની અને હાલ શહેરના ગોડાદરાના માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષિત પવન કાયતને આંખમાં સમસ્યા થઇ હતી. તપાસ કરતાં અઢી વર્ષીય લક્ષિતને બંને આંખમાં મોતિયો હોવાનું નિદાન થયું હતું. પવન કાયત કાપડ માર્કેટમાં કામ કરતા હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ ચોકબજાર સ્થિત જૂની સિવિલ હોસ્પિટલમાં તમામ રિપોર્ટ કઢાવી ડો.માથુર પાસે નિદાન કરાવ્યું હતું.

ડો.માથુરના જણાવ્યા પ્રમાણે અંદાજિત 10 હજાર બાળકોમાં ભાગ્યે જ આ બીમારી જોવા મળે છે. શુક્રવારે લક્ષિતની જમણી આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડાબી આંખનું ઓપરેશન પણ નજીકના દિવસોમાં જ કરવામાં આવશે. આ સર્જરી કરવા માટે બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં 70થી 80 હજારનો ખર્ચ થાય છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરી સ્ટાફના કારણે શુક્રવારે સફળ ઓપરેશન થયું છે. આ ઓપરેશનથી લક્ષિતને નવી દૃષ્ટિ મળી છે. જૂની સિવિલ હોસ્પિટલમાં મોતિયાનાં દરરોજ 20થી 30 ઓપરેશન થાય છે.

ખેંચની બિમારીથી કંટાળી રાંદેરના યુવકનો આપઘાત
સુરત : રાંદેરમાં રહેતા યુવકે ખેંચની બિમારીથી કંટાળીને ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાંદેરમાં આવેલા મોરાભાગળ ચાર રસ્તા નજીક રહેતા 39 વર્ષીય ધર્મેશભાઈ હર્ષદભાઈ પટેલ 15 વર્ષથી ખેંચની બિમારીથી પીડાઈ રહ્યા છે. બિમારીના કારણે તેઓ ઘરે બેકાર જ રહેતા હતા. ધર્મેશભાઈએ ગુરૂવારે ઘરે છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ ધર્મેશભાઈને દર અઠવાડિયે ત્રણ-ચાર વખત ખેંચ આવતી હોય તેના કારણે પોતે કામ કરી શકતા ન હતા અને તે સતત ડિપ્રેશનમાં રહેતા હતા. જેના કારણે તેને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top