સુપ્રીમ કોર્ટે BS-4 વાહનોના રજિસ્ટ્રેશન પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી (New Delhi) :સરકાર દ્વારા વાહનોથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારત સ્ટેજ (BS)ના ધોરણો સ્થાપિત કરવામાં આવે છે. એપ્રિલ, 2017 થી દેશભરમાં બીએસ -4 ના ધોરણો લાગુ કરવામાં આવ્યા છે. વર્ષ 2016 માં કેન્દ્રએ જાહેરાત કરી હતી કે ભારત BS-5 ના ધોરણોને રદ કરીને 2020 સુધીમાં BS-6 ધોરણો અપનાવશે.

With OEMs looking to drive down BS4 inventories, car discounts ...

સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) શુક્રવારે આગામી આદેશ સુધી BS-IV (BS-4) ધારાધોરણો હેઠળ આવતા વાહનોના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુક્યો છે. સર્વોચ્ચ અદાલતે કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન માર્ચ મહિનામાં મોટી સંખ્યામાં BS-IV વાહનોના વેચાણ પર પણ નારાજી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન BS-IV વાહનોનું અસામાન્ય સંખ્યામાં વેચાણ થયું છે. સુપ્રીમ કોર્ટે 13 ઓગસ્ટે આ કેસની ફરી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

₹6,400 crore worth BS4 vehicles remain unsold due to Coronavirus

આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનની એ રીટ (writ) પર નારાજી વ્યક્ત કરી હતી, જેમાં ડીલર્સે (dealers) પોતાની અનસોલ્ડ ઇનવેન્ટરી (unsold inventory) ને નિર્માતાને પાછી આપવા માટે મંજૂરી માગી હતી, કે જેથી તેને અન્ય દેશોમાં નિકાસ કરી શકાય. એસોસિએશન વતી વકીલે જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે એવા કેટલાક દેશ છે કે જ્યાં BS-IV કમ્પ્લાયન્ટ વ્હીકલના વેચાણને મંજૂરી છે.

Convert old vehicles into EVs is the answer to check pollution

8 જુલાઇએ સર્વોચ્ચ અદાલતે પોતાના 27 માર્ચે આપેલા ચુકાદાને પાછો ખેંચ્યો હતો. એ ચુકાદામાં કોર્ટે કોરોનાને રોકવા માટે લાગુ કરાચેલા લોકડાઉન પછી દિલ્હી-એનસીઆરને છોડીને સમગ્ર ભારતમાં BS-IV વાહનોના વેચાણને 10 દિવસ માટે મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે 27 માર્ચે કહ્યું હતું કે તે 10 ટકા નહીં વેચાયેલા BS-IV વાહનોના વેચાણની મંજૂરી આપી રહી છે, જેનાથી 25 માર્ચે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉનના કારણે થયેલા નુકસાનની ભરપાઇ થઇ શકે.

Delhi air pollution: Unlike Beijing, India unable to remove old ...

અત્રે ઉલ્લેખનીય છે કે  વાહન વિતરકોના સંગઠન ફાડા (FADA) એ BS-IV  વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનને મેના અંત સુધી ચાલુ રાખવાની છૂટ મેળવવા માટે સુ્પ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ફાડાની ઇચ્છા હતી કે BS-IV પોલ્યૂશન કન્ટ્રોલ સ્ટાન્ડર્ડ (pollution control standard) ધરાવતા વાહનોના બચેલા સ્ટોકને વેચવા માટે થોડો વધુ સમય ફાળવવામાં આવે. 

Related Posts