સુરતીઓ રવિવારે વહેલી સવારે ખમણ ખાવા લાઈનમાં લાગ્યા

સુરતીઓ ખાણીપીણીના ઘણા શોખીન છે. સુરતીઓ વિશ્વમાં જ્યાં જાય ત્યાં પણ પોતાની ખાણી પીણીથી દુર રહી શકતી નથી. સુરતના લોકો સવાર પડે એટલે ખમણ, લોચો, ઈદડા અને ફાફડા ખાવ નીકળી પડતા હોય છે. હાલમાં કોરોના વાયરસને પગલે શહેરમાં માત્ર જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ જ મળી રહી છે. પરંતુ શહેરમાં ઘણી જગ્યાએ ખમણની દુકાનો ખુલતાની સાથે જ સુરતીઓ કોરાના વાયરસના ડરને સાઈડ પર મુકી ખમણ લેવા માટેે માસ્ક પહેરીને પણ લાઈનમાં ઉભા રહી ગયા હતા. શહેરમાં ભાગળ, બેગમપુરા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાગળ અને બેગમપુરામા લોકો ચહેરા પર માસ્ક પહેરી ખમણ લેવા લાંબી લાઈનમાં ઉભા રહ્યા હતા.

Related Posts