Dakshin Gujarat

વડોદરાનો ડોક્ટરને એવું તે કયું દુખ આવી પડ્યું કે 90 કિ.મી. બાઈક હંકારી મોત વહાલું કરવા નીકળ્યો

Advertisement

ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ (Facebook Live) કરી એક યુવાનને આત્મહત્યા (Suicide) કરતા બચાવ્યાના ગણતરીના કલાકમાં જ વડોદરા (Vadodra) અમિતનગર ખાતે રહેતા ડોક્ટર (Doctor) ૯૦ કિમી બાઇક (Bike) હંકારી ઝાડેશ્વર કેબલ બ્રિજ પરથી આત્મહત્યા કરવા આવી પહોંચ્યો હતો.

  • ભરૂચ કેબલ બ્રિજ પરથી કૂદવા મારવા જતાં પોલીસે બચાવ્યો
  • PI ગોહિલે તબીબનું કાઉન્સિલિંગ કર્યુ, બાદ માતા-પિતાનો સંપર્ક કરી બેન-બનેવી અને પત્નીને સોંપ્યો
  • અત્યંત ચિંતાજનક : નર્મદા નદીનો પુલ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે

મંગળવારે રાત્રિના બાર વાગ્યાના સમયે ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક વર્ધી મળી હતી. એક યુવાન ઝાડેશ્વર કેબલ બ્રિજ ઉપર આત્મહત્યા કરવા જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતા પાણીના કારણે પહેલેથી જ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ભરૂચ સી ડિવિઝન ઇનચાર્જ PI એચ.બી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ ફરજ ઉપર હતો. કેબલ બ્રિજ ઉપર પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન બ્રિજ ઉપર એક યુવાન ચાલતો ચાલતો નદીમાંના પાણી તરફ જતો હતો. જેથી તેને પૂછવા જતાં તે તુરંત જ બ્રિજ ઉપરથી નદીમાં કૂદવા જતો હતો.

સર્વેલન્સ ટીમના માણસોએ સતર્કતા દાખવી દોડી યુવાનને બચાવી લઈ બ્રિજ ઉપર ખેંચી બહાર કાઢ્યો હતો.
યુવાનને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતાં તેઓ પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર હોય અને વડોદરા શહેરમાં આવેલા કારેલી બાગ અમીતનગર સર્કલ પાસે આવેલી બાલાજીનગર સોસાયટી ખાતેનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોતાના ઘરેથી રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે લગ્નજીવનથી તથા ઘરકંકાસથી કંટાળી જઇ વડોદરાથી બાઇક લઇ ભરૂચ ઝાડેશ્વર કેબલ બ્રિજ ખાતે આત્મહત્યા કરવા આવી ગયો હતો. યુવાનનું પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી.ગોહિલ દ્વારા કાઉન્સેલિંગ કરી તેનાં માતાપિતાનો સંપર્ક કરી સમજાવી બેન-બનેવી અને પત્નીને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top