સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરતમાં વહાલા દવલાંની નીતી : બાકરોલ સ્થિત પ્લાન્ટ કયારે? ઉઠયા સવાલ

(પ્રતિનિધિ) આણંદ, તા.૨૭ વર્ષ ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન આણંદમાં ભુગર્ભ ગટર યોજના રૂપિયા ૧૪૮ કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરાયું અને ત્યારબાદ ભુગર્ભ ગટર યોજો અંતર્ગત પાણીના નિકાલ માટે સહુપ્રથમ  બાકરોલ નજીક સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર કરવાનું આયોજન કરાયું હતું.

 પરંતુ પાલિકાના શાસકોની વહાલા દવલાની નીતી ઉજાગર થવા પામી હોય તેમ ગત સાહે રૂપીયા ૫૯ કરોડના ખર્ચે સાકાર થયેલ ટીપી.૮ તથા લાંભવેલ ખાતેના સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે બાકરોલ સ્થિત પ્લાન્ટ કયારે કાર્યરત થશે?ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે.

પ્રા વિગતો અનુસાર આશરે દસ વર્ષ પૂર્વ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ વિસ્તારમાં વકરતી જતી વરસાદી પણીના નિકાલ સમસ્યાના ઉકેલ માટે રૂપિયા ૧૪૮ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાને મંજૂરી આપી હતી. જે પુર્ણ થવામાં આશરે સાત વર્ષ ઉપરાંતનો સમયગાળો વિતવા પામ્યો હતો. તેમ છતાં હજુ જોડાણ આપવામાં પાલિકા દ્વારા ઢીલાશની નીતી અપનાવી રહીના વિપક્ષ દ્વારા સમયાંતરે સવાલ ઉઠાવવામાં આવે છે.

પરંતુ ભુગર્ભ ગટર યોજના દ્વારા પાણીના નિકાલ મુદ્દે પાંચ વર્ષ પૂર્વ બાકરોલ ખાતે સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર કરવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવા આ વિસ્તારની જગ્યા ફાળવણી મુદ્દે તત્કાલીન કલેકટર દ્વારારૂપિયા ૬૫ લાખની માંગ કરતા વિવાદ વકરવા પામ્યો હતો.

 પરંતુ બાદમાં ઉકેલ લાવી બાકરોલ ખાતે પ્રથમ સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાના શાસકોએ વહાલા દવલાની  નીતીના ખેલ રચતા હોય તેમ શહેરના અનન્ય બે વિસ્તાર ટીપી.૮. ઉમા ભવન નજીક તથા લાંભવેલ નજીક સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવાનું આયજન હાથ ધરતા પ્રાથમિકતા આ બે વિસ્તારના સીએઝ પ્લાન્ સાકાર કરવાનું આપતે ત્વરીત પ્લાન્ટ ઉભો કરાતા ગત તા. ૧૩મીના રોજ રૂપિયા ૫૯ કરોડના ખર્ચે સાકાર થયેલ ટીપી.૮. નજીક તથા લાંભવેલ જીકના સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સહુ પ્રથમ બાકરોલ વિસ્તારમાં ઉભા થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયારે સાકાર કરાશે ?

   જેવા સવાલ ઉવા પામ્યા છે કે પછી પાંચ વર્ષ પૂર્વ આ વિસ્તારમાં સાકાર થનાર સીએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની જગ્યા ફાળવણી માટે રૂપિયા ૬૫ લાખની કરવામાં આવેલ માંગના કારણે સાકાર કવામાં વિલંબ કરવામાં આવ્યો છે કે પછી અન્ય બે વિસ્તારમાં સાકાર થયેલ પ્લાન્ટ નો ઉપયોગ કરવા ચોક્કસ વિસ્તારોને ધ્યાનમાં રાખીને ત્વરીત ઉભા કરવાન ખેલ રચી બાકરોલ સ્થિત પ્લાન્ટ ઉભા કરવામાં આડખીલીના ખેલ રચવામાં આવ્યા છે. જેવા સવાલ સહુનો સાથ સહુનો વિકાસની વાતો કરતી સ્થાનિક પાલિકા તથા સરકાર પર અંગુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવ મળેલ છે.

Related Posts