ચેતી જજો…જો ધોવામાં ન આવે તો કોરોનાના વાયરસ આટલા કલાક ચામડી પર રહે છે

નવી દિલ્હી (New Delhi): કોરોનાવાયરસ મહામારી (Corona Crisis) સાથે જોડાયેલી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક નવી શોધમાં માલુમ પડ્યું છે કે જો હટાવવામાં કે નાશ કરવામાં ન આવે તો કોવિડ-19 કોઇ વ્યક્તિની ત્વચા/ચામડી (skin) પર લગભગ 9 કલાક સુધી રહી શકે છે. શોધમાં એ સામે આવ્યું છે કે કોવિડ-19 ટ્રાન્સમિશન /ફેલાવો (Covid-19/Corona Virus transmission) કેટલાક હદ સુધી એરોસોલ (aerosols) અને ટીપાઓ વડે થાય છે. ક્લિનિકલ ઇન્ફેક્શન ડિઝિસમાં (Clinical Infectious Diseases) છપાયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સાર્સ-કોવિ-2 (SARS-CoV-2 infections) ચેપના પ્રસારને રોકવા માટે હાથોની સ્વચ્છતા સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે.

Explainer: There is no need to panic about Coronavirus, but don't forget to  wash your hands

શોધમાં સ્વસ્થ વોલેન્ટિયરને ચેપની સંભાવનાઓથી બચાવવા માટે સંશોધનકારોએ કૈડેવર (cadaver) ત્વચાનો ઉપયોગ કર્યો. આમાં ઇન્ફલુએન્ઝા-એ (influenza A virus) વાયરસ માનવ ત્વચા પર બે કલાક સુધી જીવિત રહ્યો પરંતુ નોવેલ કોરોનાવાયરસ 9 કલાક સુધી જીવિત રહ્યો. બંને વાયરસને હેન્ડ સેનિટાઇઝરની મદદથી માત્ર 15 સેકન્ડમાં નિષ્ક્રિય કરવામાં આવ્યા. સેનિટાઇઝરમાં 80 ટકા આલ્કોહોલ (alcohol) હતું. જો કે, યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Centers for Disease Control and Prevention-CDC) આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર (sanitizer), સાબુ (soap) અને પાણીથી 20 સેકન્ડ હાથ ધોવાની સલાહ આપે છે.

Coronavirus drifts through the air in microscopic droplets – here's the  science of infectious aerosols

સપ્ટેમ્બર મહિનામાં CDCએ નોવેલ કોરોના વાયરસ (Corona Virus/Covid-19) અંગેની એની ગાઇડલાઇન (guideline) પહેલા ચૂપચાપ સુધારીને સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ હવાજન્ય છે. સીડીસીએ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાની (World Health Organisation-WHO) જેમ કહ્યું હતું કે છ ફિટથી નજીકના અંતરમાં આવેલા લોકો વચ્ચે છીંક કે ખાંસીના ડ્રોપલેટથી (sneeze and cough droplet) વાયરસ ફેલાય છે પણ પાછળથી સ્વીકાર્યું કે માત્ર શ્વાસ લેવાથી પણ આનો ચેપ લાગી શકે છે અને ચેપગ્રસ્ત કણો છ ફૂટથી દૂર પણ જઈ શકે છે અને હવામાં તરતા રહે છે, ખાસ કરીને બંધ વાતાવરણમાં.

કોરોનાવાયરસ હવાથી ફેલાય છે, એ માહિતી 'ભૂલથી' વેબસાઇટ પર મૂકાઇ ગઇ હતી: CDC

જો કે આ સ્વીકૃતિના થોડા જ દિવસો પછી CDCએ કહ્યુ હતુ કે કોરોના હવાથી ફેલાય છે એ માહિતી ભૂલથી વેબસાઇટ મૂકાઇ ગઇ હતી. પહેલા આપેલી માહિતીમાં વાયરસ દર્દીના શ્વાસોસ્વાસમાંથી નીકળતા સૂક્ષ્મ ડ્રોપલેટ્સથી પણ ફેલાઇ શકે છે એવા વધતા પુરાવા છે એમ CDCએ કહ્યુ હતુ. સીડીસીએ ચેતવણી આપી કે હવાજન્ય વાયરસ સૌથી ચેપી હોય છે અને સરળતાથી ફેલાઇ શકે છે. તેણે લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને બીમાર હોય તો આઇસોલેટ થવા ઉપરાંત ઇન્ડોર જગાઓમાં એર પ્યુરિફાયર્સનો (Air Purifiers) ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી.

Related Posts