શું તમે વજન વધવાની ચિંતા વગર દિવાળીની મજા લેવા માંગો છો? તો આ ટિપ્સ ફોલો કરો

દિવાળીનો ઉત્સવો આવી ગયો છે. કોરોના છતાં લોકો તો દિવાળી મનાવાના છે. લોકો થોડા દિવસો ટેન્શનમાંથી નીકળીને આણંદ માણે એ જરૂરી છે. પણ કોરોના જતો રહ્યો એવુ ન માનતા. દર વર્ષે દિવાળી પછી આપણા વજન વધી જાય છે. કારણ મીઠાઇઓ, ચવાણા, ચોકલેટ્સ બધુ ખાવામાં આવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો ડાયેટ સાથે કસરતને પણ બાય-બાય ટાટા કહી દે છે. અમે લઇ આવ્યા છે કેટલીક ટિપ્સ જે ફોલો કરીને તમે તહેવારોના આનંદ સાથે વજન અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકશો.

  1. સુગરયુક્ત પીણાઓની જગ્યાએ પ્રોબાયોટિક પીણા
    દિવાળીમાં જે પીણા પીરસવામાં આવે છે, મિલ્કશેક્સ, પેપ્સી, તૈયાર જ્યુસ અથવા શરબત, બધા ખાંડથી ભરેલા હોય છે. તમારે ફક્ત આવા પીણાઓથી બચવાનું છે. આ બધાને બદલે તમે છાશ, કોમ્બુચા, પ્રોબાયોટિક મોજીટો, નાળિયેર પાણી અથવા કાંજી લઇ શકો છો.
  1. તેલવાળુ ખાઓ તો સાથે આ કામ કરો
    જ્યારે તમે તેલયુક્ત અને મેદાના ચેવડાં ખાવ છો, ખાસ કરીને આ સમયે જ્યારે તાપમાન નીચે આવી રહ્યું છે, ત્યારે પાચકતંત્ર પર એની અસર પડે છે. તેથી જો તમે ચેવડાં, તળેલા નાસ્તા ખાઓ તો સાથા સાથે મેથી, તજ, હળદર અને કાળા મરી નાંખેલો કાઢો અથવા ફાંકી લઇ લેજો, જે તમારા પાચનતંત્રને આવા તેલયુક્ત ખોરાકોને પચાવવામાં મદદ કરશે. તમે આ સિવાય જીરું, ધાણા અને વરિયાળીની ચા બનાવી શકો છો અને આખો દિવસ હૂંફાળુ પાણી પી શકો છો.

  1. થોડુ ખાઓ અને વધુ ચાલો: તમે અનિચ્છનીય વજનમાં વધારો ટાળવા માટે કટકે કટકે ખાવાનું હજારો વખત સાંભળ્યું હશે, પરંતુ જ્યારે તે વ્યવહારમાં લાવવાની વાત આવે છે, ત્યારે લોકો નિષ્ફળ જાય છે. દિવાળી દરમિયાન જો તમે તમારું વજન વધવા દેવા નથી માંગતા, તો તમારા ભોજનનો હિસ્સો ઘટાડી દો. કસરત વૉક અને વર્ક આઉટ કરવાનું ન ટળે એવા પ્રયાસ કરો. દરરોજ 15-20 મિનિટ હળવી કસરત માટે ફાળવો.

4. ફાઇબર વાળું ખાઓ અને પુષ્કળ પાણી પીઓ:
તમારા આહારમાં દરરોજ તાજા ફળો, શાકભાજી અને આખા અનાજ શામેલ કરો, તે તમારં પેટ ભરેલું રાખશે અને તમારા પાચનતંત્ર માટે હળવુ પણ રહેશે. અને હાઇડ્રેટેડ રહેવાનું ભૂલશો નહીં!

  1. તળેલું આઉટ, શેકેલું ઇન: અમે જાણીએ છીએ કે આ દિવસોમાં જીભ પર કાબૂ રાખવો મુશ્કેલ છે, પણ તમે બને એટલો શેકેલો ખોરાક પસંદ કરો. આવુ એકાદ વાર પણ કરશો. તો તમે ઘણી બધી કેલેરીઝ અને ચરબી વધતી અટકાવી શકશો.

Related Posts