National

ખુરશીનો મોહ નથી, ધારાસભ્યો સામે આવીને કહેશે તો ખુરશી છોડી દઈશ: ઉદ્ધવ ઠાકરે

આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે, રિફ્રેશ કરતા રહો

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. શિવસેનાની સત્તા મહારાષ્ટ્રમાંથી જશે કે કેમ તેમજ શું ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર (Government) બનાવશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુજરાત છોડીને ગુવાહાટી પહોંચ્યા છે. જો કે, બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ (Udhhav Thakrey) ઇમોશનલ કાર્ડ રમ્યો હતો. બુધવારે સાંજે પાંચ કલાકે તેમણે ફેસબુક લાઈવ કરી કહ્યું કે મને ખુરશીનો કોઈ મોહ નથી. બસ ધારાસભ્યોને જે પણ કહેવું હોય તે મારી સામે આવીને કહે. તેઓ કહેશે તો હું ખુરશી છોડવા તૈયાર છું. આ તરફ ઉદ્ધવ ઠાકરેએ બધા ધારાસભ્યોને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. એનસીપીના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડ મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

સીએમ ઉદ્ધવ થોડીવારમાં લોકોને સંબોધિત કરી શકે છે
મહારાષ્ટ્ર સરકાર સામે બહુમતી સાબિત કરવાનું સંકટ તોળાઈ રહ્યું છે. તે જ સમયે, માહિતી આવી રહી છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે થોડીવારમાં સોશિયલ મીડિયા દ્વારા લોકોને સંબોધિત કરી શકે છે. ઉદ્ધવ થોડીવારમાં ફેસબુક પર લાઈવ થશે.દરમિયાન, ઉદ્ધવ ઠાકરે થોડીવારમાં ફેસબુક પર લાઈવ થઈને પોતાની વાત રજુ કરશે. આ દરમિયાન તેઓ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વાત કરી શકે છે. તેમજ તેઓની આગળની રણનીતિ પણ પણ વાત કરી શકે છે. નોંધનીય છે કે બુધવારે સવારે સીએમ કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી હતી, જોકે બપોરે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

શિવસેના વિધાયક દળના ઠરાવમાં 34 ધારાસભ્યોની સહી
કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના વિધાનમંડળ પાર્ટીનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 34 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. એકનાથ શિંદેને 2019માં સર્વસંમતિથી શિવસેના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઠરાવ પછી, તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે. ભરત ગોગાવાલેને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભરત ગોગાવાલે મુખ્ય ચીફ તરીકે નિયુક્ત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, MVA અને એકનાથ શિંદે વચ્ચેની લડાઈ હવે વળાંક પર પહોંચી ગઈ છે. એકનાથ શિંદેએ ભરત ગોગાવાલેને શિવસેના વિધાયક દળના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો દાવો છે કે આવી સ્થિતિમાં સુનીલ પ્રભુ દ્વારા આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકને લઈને જારી કરવામાં આવેલ આદેશને ગેરકાયદેસર ગણવામાં આવશે. શિંદેએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

મીટીંગમાં ભાગ નહિ લેનાર શિવસેનાના ધારાસભ્યોનું પદ જશે
શિવસેના દ્વારા તમામ ધારાસભ્યોને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ધારાસભ્યોએ આજે ​​સાંજે 5 વાગ્યે બેઠકમાં હાજર રહેવાનું છે. આ સંદર્ભમાં તમને ઈમેલ, વોટ્સએપ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે. લેખિતમાં કોઈ ખૂબ મહત્વનું કારણ આપ્યા વિના તમે આ મીટીંગમાંથી ગેરહાજર રહી શકતા નથી. જો તમે આ મીટીંગમાં હાજરી ન આપો તો એવું માનવામાં આવશે કે તમે સ્વેચ્છાએ પાર્ટી છોડવા માંગો છો અને તમારી સભ્યપદ રદ કરવા અંગે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ પત્રના છેલ્લા ફકરામાં લખવામાં આવ્યું છે કે જો તમે આ મીટીંગમાં નહી આવશો તો એવું માનવામાં આવશે કે તમે પાર્ટીને તોડવા માંગો છો અને તમારી સભ્યતા રદ થઈ શકે છે.

બેઠક બાદ સી.એમનું નિવેદન
મહારાષ્ટ્ર કેબીનેટની બેઠક પૂર્ણ થઇ ગઈ છે. આ બેઠકમાં સી.એમ ઉદ્વવ ઠાકરે કહ્યું કે,અમે જોઈએ છે આગળ શું થાય છે.

શિવસેનાના ધારાસભ્યએ કહ્યું- NCP અમને ખતમ કરવા માંગે છે
હોબાળા વચ્ચે શિવસેનાના અન્ય એક ધારાસભ્યે ભાજપ સાથે જવાનો સંકેત આપ્યો છે. આ ધારાસભ્ય ગુવાહાટીમાં શિંદે સાથે નથી પરંતુ મુંબઈમાં જ છે. શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે હું પહેલા દિવસથી જ બીજેપી સાથે જવાનો વિચાર કરી રહ્યો છું. NCP અમને બરબાદ કરી રહી છે. આ વાત મેં ઉદ્ધવ ઠાકરેને ઘણી વખત કહી છે. શિંદે અત્યારે જે કહી રહ્યા છે તે સાચું છે. શિવસૈનિકોએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે મારી કાર પણ રોકવા માંગતો હતો.

એકનાથ શિંદેએ કહ્યું- મારી સાથે 46 ધારાસભ્યો
બળવાખોર ધારાસભ્ય અને મંત્રી એકનાથ શિંદેએ આજતક સાથે વાત કરતા દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેના અને અપક્ષ સહિત 46 ધારાસભ્યોનું સમર્થન છે. શું શિંદે ભાજપના સંપર્કમાં છે? આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેઓ ફક્ત તે 46 ધારાસભ્યોના સંપર્કમાં છે જે તેમની સાથે છે.

બેઠકમાં હાજર નહિ રહેલા મંત્રીઓનું લીસ્ટ
1) એકનાથ શિંદે
2) ગુલાબરાવ પાટીલ
3) દાદા ભૂસે
4) સંદીપન ભુમરે
5) અબ્દુલ સત્તાર
6) શંભુરાજ દેસાઈ (રાજ્ય મંત્રી)
7) બચ્ચુ કડુ
8) રાજેન્દ્ર યેદ્રાવકર

કેબિનેટની બેઠકમાં ન આવ્યા આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આદિત્ય ઠાકરેએ ભાગ લીધો ન હતો. આ દરમિયાન ગુવાહાટીથી પણ મહત્વની માહિતી સામે આવી છે. રેડિસન બ્લુ હોટેલમાં કુલ 89 લોકો રોકાયા છે. જેમાં 37 બળવાખોર ધારાસભ્યો જણાવવામાં આવી રહ્યા છે. કેટલાક ધારાસભ્યોના પરિવારજનો પણ તેમની સાથે છે. બળવાખોર કેમ્પે કેટલાક વધુ રૂમની માંગ કરી છે, કહેવામાં આવ્યું છે કે કેટલાક વધુ લોકો ગુવાહાટી આવી શકે છે.

વર્ચ્યુઅલી યોજાઈ મહારાષ્ટ્ર કેબીનેટની બેઠક
ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થતા મહારાષ્ટ્ર કેબીનેટની વર્ચ્યુઅલ રીતે બેઠક થઈ યોજાઈ હતી. આ બેઠકમાં ૮ મંત્રીઓ હાજર રહ્યા ન હતા. જો કે હાલ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.

સી.એમ ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત: કમલનાથ
રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોંગ્રેસ નેતા કમલનાથે આ વાત કહી છે. આ પહેલા આજે જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સી.એમ ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું: સુત્રો
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સી.એમ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. પાર્ટીના ધારસભ્યો અને સાંસદો સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપે તેવી સંભાવના છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ બપોરે એક વાગ્યે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રમાં આગળ શું થશે?
એકનાથ શિંદે અને 40 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહારાષ્ટ્રમાં રાકીય ભૂકંપ સર્જાયો છે. થોડા સમય પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે. સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાનો વધુ એક સંકેત આપ્યો હતો. શિંદેનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું કે મને તેમના માટે કોઈ ખોટો વિચાર નથી. અમે ચોક્કસપણે એક રસ્તો શોધીશું. વધુમાં વધુ શું થશે? મહારાષ્ટ્રની સત્તા જતી રહેશે પણ ગૌરવ જળવાઈ રહે. શક્તિ આવે છે અને જાય છે.

જો સરકાર વિધાનસભા ભંગ કરવાનું સૂચન કરે અને રાજ્યપાલ સૂચન સ્વીકારે તો વિધાનસભા ભંગ કરી દેવામાં આવશે અને ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ રાજ્યપાલ પણ આ સૂચનને નકારી શકે છે. આવું ત્યારે થશે જ્યારે રાજ્યપાલને લાગશે કે સરકાર લઘુમતીમાં છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવા માટે કહી શકે છે. જો વિધાનસભા ભંગ ન થાય તો ભાજપ શિવસેનાના બળવાખોરો સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. આ સ્થિતિમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસે વિપક્ષમાં બેસવું પડશે. જો રાજ્યમાં ફરીથી ચૂંટણી થાય તો ભાજપ શિવસેનાના બળવાખોર નેતાઓ સાથે ગઠબંધન કરી શકે છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીમાં ઉતરી શકે છે.

સંજય રાઉતે કહ્યું- વધુમાં વધુ સત્તા જશે બીજું શું થશે
સંજય રાઉતે હાલની સ્થિતિ વિશે કહ્યું કે વધુમાં વધુ શું થશે, માત્ર સત્તા જશે. જો કે, અગાઉ તેણે કહ્યું હતું કે અમે અમારી વચ્ચે વાત કરી રહ્યા છીએ. આજે સવારે મેં એકનાથ શિંદે સાથે 1 કલાક વાત કરી. જે વાત થઇ તે મેં પાર્ટી ચીફને કહ્યું છે, અમે તેમની સાથે રહેલા ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ. બધા શિવસેનામાં છે, શિવસેનામાં જ રહેશે. તેણે કહ્યું, એકનાથ શિંદે અમારા ખૂબ સારા મિત્ર છે. અમે વર્ષોથી એકબીજા સાથે કામ કરીએ છીએ. તેમના માટે પાર્ટી છોડવી સરળ નથી અને અમારા માટે પણ તેમને છોડવું સરળ નથી.

મહારાષ્ટ્રમાં ઉદ્વવ સરકાર વિધાનસભા ભંગ કરી શકે છે
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેતો શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા હતા. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી છે., વાસ્તવમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. એકનાથ શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં રોકાયા છે. અગાઉ તેઓ મંગળવારે સુરત પહોંચ્યા હતા. શિંદેનો દાવો છે કે તેમની સાથે 40 ધારાસભ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સાથે શિવસેનાના 33 અને 7 અન્ય ધારાસભ્યો છે. શિવસેનાના કેટલાક વધુ ધારાસભ્યો પણ શિંદેની છાવણીમાં જોડાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હોબાળો શરૂ થઈ ગયો છે. સાંગલીમાં ભાજપના ધારાસભ્ય સુરેશ ખાડેના કાર્યાલય પર શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો હતો. આ સાથે તરબૂચ પણ ત્યાં ફેંકવામાં આવ્યા હતા. તેમજ શિવસેનાના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે સાત કાર્યકરોની અટકાયત કરી છે.

હવે ઔરંગાબાદના તમામ છ ધારાસભ્યોએ બળવો કર્યો
ઔરંગાબાદમાં પણ દેખાવો થઈ રહ્યા છે. અહીં શિવસેનાના કાર્યકરો બળવાખોર ધારાસભ્યોનો વિરોધ કરી રહ્યા છે. ઔરંગાબાદ જિલ્લાના તમામ છ ધારાસભ્યો બળવાખોર થઈને એકનાથ શિંદેની સાથે ગયા છે. તેમાં બે મંત્રી અબ્દુલ સત્તાર અને સંદીપન ભુમરીનો પણ સમાવેશ થાય છે.

આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પરથી મંત્રી પદ હટાવી દીધું
રાજકીય ધમસાણ વચ્ચે મુખ્યમંત્રીના પુત્ર આદિત્ય ઠાકરેએ તેની ટ્વિટર પ્રોફાઇલ બદલી છે. નવી પ્રોફાઇલમાં મંત્રીપદનો બાયો અટાવી દીધો છે. જો કે, જ્યાં સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થાય અથવા મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ વિના રાજ્યપાલને પોતાનું રાજીનામું પત્ર સુપરત ન કરે ત્યાં સુધી સરકાર ઉદ્ધવ ઠાકરેની છે, જેમાં આદિત્ય ઠાકરે પર્યાવરણ અને આબોહવા પરિવર્તન તેમજ પ્રવાસન ક્ષેત્રે સામેલ છે.

Most Popular

To Top