ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફકરા પરથી જવાબ આપી શકશે

સુરત: (Surat) કોરોનાની મહામારી વચ્ચે હવે બોર્ડના વિદ્યાર્થીઓનો ભણતરનો ભાર ઓછો કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની (Exam) પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે બોર્ડમાં વિદ્યાર્થીઓને કેસ સ્ટડી આધારીત પ્રશ્નો પૂછાશે, જેમાં વિદ્યાર્થીઓએ (Students) પેરેગ્રાફ વાંચીને જવાબ આપવાના રહેશે. જેમાં ધોરણ 12 ના પેપરમાં આ વર્ષે મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને વધારે મહત્વ આપાયું છે. તે જ પ્રમાણે કેસ સ્ટડી આધારીત સવાલોનું વેઈટેજ પણ વધારવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ઓનલાઈન અભ્યાસ કરી રહેલા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સરળતા રહે તે માટે પ્રશ્નપત્રોની પધ્ધતિમાં ફેરફાર કરાયો છે.

ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફકરા પરથી જવાબ આપી શકશે
  • કોરોનાકાળમાં ઓનલાઈન એજ્યુકેશન વચ્ચે વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે અભ્યાસક્રમમાં ફેરફાર કરાયો
  • આ વર્ષે બોર્ડમાં વિદ્યાર્થીઓને કેસ સ્ટડી આધારીત પ્રશ્નો પૂછાશે
  • કેસ સ્ટડી આધારીત સવાલોનું વેઈટેજ પણ વધારવામાં આવ્યું છે
  • વિદ્યાર્થીઓની વાંચવાની, સમજવાની અને અર્થઘટન કરવાની તેમજ જવાબ લખવાની ક્ષમતાઓનું આંલકન કરવામાં આવશે.
ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફકરા પરથી જવાબ આપી શકશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12 ની 2021 માં યોજાનારી બોર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડી દીધો છે. આ સાથે ઘટાડી દીધેલા અભ્યાસક્રમના સેમ્પલને બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા છે, જેથી વિદ્યાર્થીઓ તેની પ્રેક્ટિશ કરી શકે. બોર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓને આ વર્ષે કેસ સ્ટડી આધારીત સવાલો પૂછાશે, જેમાં તેમણે પેરેગ્રાફ વાંચીને જવાબ આપવાના રહેશે.જેનાથી વિદ્યાર્થીઓની વાંચવાની, સમજવાની અને અર્થઘટન કરવાની તેમજ જવાબ લખવાની ક્ષમતાઓનું આંલકન કરવામાં આવશે. પહેલા જ્યાં નોલેજ આધારીત પ્રશ્નો પુછાતા હતા તેની જગ્યાએ હવે મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોનું મહત્વ વધારાયું છે.

ફિજીક્સ જેવા ટેકનિકલ વિષયોમાં થિંકિંગ સ્કીલ અને રિઝનિંગ આધારીત સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બાયોલોજીમાં એમસીક્યૂ આધારીત સવાલોને શોર્ટ આન્સર ટાઈપ સવાલો સાથે બદલવામાં આવ્યા છે. ગણિતમાં સવાલોની સંખ્યા 36 થી વધારીને 38 કરવામાં આવી છે.

Related Posts