જાણો સ્ટેસ્ચુ ઓફ યુનિટિ વિસ્તાર 16 ઓક્ટો.થી 14 ડિસે. સુધી શા માટે ‘No Drone Zone’ જાહેર કરાયો

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of Unity) લોકાર્પણને આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે. એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. પીએમ (PM) મોદીની સુરક્ષાને લઈને હાલ 4 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ પાસાઓ ચકાસી અને પીએમો (PMO) અધિકારીઓ સાથે સંકલન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવી દીધી છે. જે અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર જેમકે નર્મદા નદીના (Narmada River) ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને 16/10/2020 થી 14/12/2020 સુધી ‘No Drone Zone’ જાહેર કર્યો છે.આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઈ ફરમાવી (No Drone Zone) છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

જાણો સ્ટેસ્ચુ ઓફ યુનિટિ વિસ્તાર 16 ઓક્ટો.થી 14 ડિસે. સુધી શા માટે ‘No Drone Zone’ જાહેર કરાયો

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે એક જાહેરનામુ જારી કરી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973 (1974 નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર (1) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને (2) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને 16/10/2020 થી 14/12/2020 સુધી ‘No Drone Zone’ જાહેર કર્યો છે.આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઈ ફરમાવી છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ 188 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -2005 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

જાણો સ્ટેસ્ચુ ઓફ યુનિટિ વિસ્તાર 16 ઓક્ટો.થી 14 ડિસે. સુધી શા માટે ‘No Drone Zone’ જાહેર કરાયો

જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે. એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અ કાર્યક્રમમાં અનેક વીઆઈપી તથા વીવીઆઈપી મહેમાનો પણ આવશે. જેઓની સુરક્ષા બાબતે પણ સંપૂર્ણ તકેદારી લેવાઈ રહી છે.

Related Posts