શહેરમાં તહેવારોની ખરીદીને પગલે સંક્રમણ ફેલાય તેવી ચિંતા, શનિવારે 171 કેસ નોંધાયા

સુરત: શનિવારે શહેરમાં (Surat City) વધુ 171 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 24,470 પર પહોંચ્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 707 પર પહોંચ્યો છે. તેમજ શનિવારે શહેરમાં વધુ 179 દર્દીઓ સાજા (Recover) થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 22,469 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 91.8 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં શોપિંગ મોલ હવે શનિ-રવિવારે પણ ખુલ્લા રાખી શકાશે. જોકે ખાણીપીણીની લારીઓ પર હજી પણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ સિનેમા હોલ (Cinema Hall) અને બાગ બગીચા પણ શરૂ થઈ ચુક્યા છે. તેમજ તહેવારોને પગલે શહેરીજનો પણ ખરીદી વગેરે માટે બહાર નીકળી રહ્યા છે. જેને કારણે આવનારા દિવસોમાં સંક્રમણ વધવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

શહેરમાં તહેવારોની ખરીદીને પગલે સંક્રમણ ફેલાય તેવી ચિંતા, શનિવારે 171 કેસ નોંધાયા

કયા ઝોનમાં કેટલા કેસ

 • ઝોન પોઝિટિવ દર્દી કુલ
 • સેન્ટ્રલ 12
 • વરાછા-એ 21
 • વરાછા-બી 20
 • રાંદેર 22
 • કતારગામ 28
 • લિંબાયત 15
 • ઉધના 13
 • અઠવા 40
શહેરમાં તહેવારોની ખરીદીને પગલે સંક્રમણ ફેલાય તેવી ચિંતા, શનિવારે 171 કેસ નોંધાયા

શહેરના અઠવા ઝોનમાં શનિવારે ફરી 40 કેસ નોંધાયા હતા. આ ઝોનમાં માંડ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું પરંતુ ફરીથી આ ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે. અઠવા ઝોનમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. સપ્ટેમ્બર માસમાં પ્રતિદિન અઠવા ઝોનમાં 40 થી 50 જેટલા પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ ઓક્ટોબર માસની શરૂઆત થતા અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ આંશિક રીતે કાબુમાં આવ્યું હતું. બીજી તરફ કતારગામ અને રાંદેર વિસ્તારમાં કેસમાં થોડોક ઘટાડો થયો છે પરંતુ શહેરમાં દરરોજ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ઘટવાનું નામ નથી લઈ રહી. આ તરફ શહેરનો રિકવરી રેટ 91.8 ટકા ધયો છે. શનિવારે 171 પોઝિટિવ દર્દીઓની સામે 179 દર્દીઓ સાજા થયા હતા.

શહેરમાં તહેવારોની ખરીદીને પગલે સંક્રમણ ફેલાય તેવી ચિંતા, શનિવારે 171 કેસ નોંધાયા

જિલ્લામાં 68 કેસ નોંધાયા, ચોર્યાસીમાં સૌથી વધુ કેસ

સુરત : સુરત જિલ્લામાં ગઈ કાલે 90 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું. જોકે શનિવારે તંત્રને આંશિક રાહત થઈ હતી. શનિવારે સુરત જિલ્લામાં નવા 68 કેસ નોંધાતા કોરોના દર્દીઓની કુલ સંખ્યા 9218 નોંધાઈ છે. આજે જિલ્લામાં નવા 328 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આજે સૌથી વધુ ચાર્યાસીમાં 20 કેસ નોંધાયા છે. નવા 93 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. હાલ જિલ્લામાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા 755 નોંધાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 8191 લોકોને સાજા થઈ જતા રજા અપાઈ છે.

વિવિધ તાલુકામાં નોંધાયેલા કેસ

 • તાલુકો કેસ
 • ચોર્યાસી 20
 • ઓલપાડ 07
 • કામરેજ 17
 • પલસાણા 08
 • બારડોલી 08
 • મહુવા 01
 • માંડવી 03
 • માંગરોળ 03
 • ઉમરપાડા 01

Related Posts