RBIએ દિવાળી પહેલા ગોલ્ડ બૉન્ડ સ્કીમ રજૂ કરી, આ તારીખ સુધી જોડાઇ શકશો

નવી દિલ્હી (New Delhi): કોરોનાને (Corona Virus/covid-19) લીધે જ્યારે તમામ દેશોનું અર્થતંત્ર ડામાડોળ (covid-19 shook economy) થયું છે ત્યારે મોટાભાગના દેશોની કેન્દ્રીય બેન્કોએ સોનું વેચવાની શરૂઆત કરી છે. વર્ષ 2010 બાદ પહેલી વખત છે જ્યારે સરકાર કેન્દ્રીય બેંક સોનું વેચી રહી છે. વિશ્વના અઅલગ અલગ દેશોની કેન્દ્રીય બેન્કોએ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં અત્યાર સુધી 12.1 ટન સોનાનું વેચાણ કર્યુ છે. જણાવી દઇએ કે એક વર્ષ પહેલા આ ગાળા દરમિયાન બેન્કોએ 141.9 ટન સોનાની ખરીદી કરી હતી.

RBIએ દિવાળી પહેલા ગોલ્ડ બૉન્ડ સ્કીમ રજૂ કરી, આ તારીખ સુધી જોડાઇ શકશો

એવામાં કેન્દ્ર સરકાર લોકોને સોનામાં રોકાણ કરી કમાણી કરવાની સુંદર તક આપી રહી છે. કેન્દ્ર સરકારે 9 નવેમ્બર એટલે કે સોમવારથી સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમ 2020-21 (Sovereign Gold Bond Scheme 2020-21) સીરીઝ VIII નું સબ્સકિપ્શન શરૂ કરવાની જાહેરાત કરી છે. રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરવાની તક છે. આ વખતે RBIએ સોનાના ભાવ 5,177 રૂપિયા પ્રતિ ગ્રામ રાખ્યા છે. ઓનલાઇન આવેદન (online application) કરવા માટે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનાર લોકો માટે 50 રૂપિયા પ્રતિ ગ્રામ પર વિશેષ છૂટ પણ આપી છે.

RBIએ દિવાળી પહેલા ગોલ્ડ બૉન્ડ સ્કીમ રજૂ કરી, આ તારીખ સુધી જોડાઇ શકશો

ડિજિટલ પેમેન્ટ કરનાર માટે આ ભાવ 5,127 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ પહેલા 12 ઑક્ટોબરે જાહેર કરેલા ગોલ્ડ બોન્ડના ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યા હતા. સૉવરિન ગોલ્ડ બોન્ડ તમને આરબીઆઇ દ્વારા સરકારની તરફથી જાહેર કરવામાં આવી છે. આરબીઆઇ ગોલ્ડ બૉન્ડ હેઠળ સોનાના ભાવ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પબ્લિશ કરવા સિવાય ક્લોઝિંગ પ્રાઇસના આધારે નક્કી કરાય છે. આ 999 શુદ્ધતાવાળા સોના માટે છે.

RBIએ દિવાળી પહેલા ગોલ્ડ બૉન્ડ સ્કીમ રજૂ કરી, આ તારીખ સુધી જોડાઇ શકશો

રોકાણકાર સૉવરિન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછી 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. વ્યક્તિગત રીતે વધુ 4 કિલોગ્રામ સોનામાં રોકાણ કરી શકાય છે. તેની મૈચ્યોરિટી અવધિ (maturity period) 8 વર્ષની છે. રોકાણકારો પાંચ વર્ષ પછી આમાંથી બહાર નીકળી શકે છે. આ ગોલ્ડ બોન્ડમાં બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા રોકાણ કરવામાં આવે છે.

RBIએ દિવાળી પહેલા ગોલ્ડ બૉન્ડ સ્કીમ રજૂ કરી, આ તારીખ સુધી જોડાઇ શકશો

સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક દ્વારા આમાં રોકાણનો વિકલ્પ નથી. ગોલ્ડ બોન્ડ પર વર્ષે 2.50 ટકાના દરથી વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી સારી વાત એ છે કે સ્ટોરેજ તેમાં કોઇ ચિંતા નથી કરવી પડતી. તેમાં ડીમેટ રાખવા પર કોઇ જીએસટી પણ નથી આપવાનું. જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઇ કેપિટલ ગેન્સ (capital gains) બને છે તો તેની પણ પણ છૂટ મળે છે.

Related Posts